Book Title: Gyansaranu Tattvadarshan
Author(s): Yashovijay Upadhyay, Malti K Shah
Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
View full book text
________________
માટે પણ “યોગદષ્ટિસમુચ્ચય'નું અવતરણ ટાંકતાં જણાવ્યું છે, “આયોજ્યકરણ કર્યા બાદ બીજો યોગસંન્યાસ હોય છે.” ( ક્ષાયોપશમિક ભાવે કરેલા શુભ અનુષ્ઠાન પડી ગયેલાને પણ ક્યારેક ભાવવૃદ્ધિ કરવામાં કારણરૂપ બને છે. અને “કયું તપ કરવા યોગ્ય છે ? વગેરે બાબતોને સમજાવવા માટે પૂ. આ. શ્રી હરિભદ્રસૂરિકૃત “પંચાશક'ના આધારો રજૂ કર્યા છે. (ચ) હેમચંદ્રાચાર્ય
કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યના સાહિત્યના સંદર્ભો પણ “જ્ઞાનસાર માં આપવામાં આવેલ છે.
“મોક્ષ અને સંસારમાં બધે ય ઉત્તમ મુનિ નિઃસ્પૃહ હોય છે.” તેને આધાર તરીકે ટાંકીને “જ્ઞાનસારમાં જણાવ્યું છે, “મુનિ નિર્વિકલ્પ સમાધિમાં હોય ત્યારે સંસારનો ભય પણ સમાધિમાં જ મગ્ન અર્થાત્ વિલીન થાય છે."* - “જ્ઞાનસાર'માં “મધ્યસ્થ-અષ્ટકમાં જાણે પોતાની મનઃસ્થિતિ વર્ણવતા હોય તેમ ઉપાધ્યાયજી જણાવે છે, “કેવળ રાગથી અમે પોતાના સિદ્ધાંતનો સ્વીકાર કરતા નથી કે કેવળ દ્વેષથી પરસિદ્ધાંતનો ત્યાગ કરતા નથી. પરંત મધ્યસ્થ દૃષ્ટિથી વિચારીને સ્વસિદ્ધાંતનો આદર અને પરસિદ્ધાંતનો ત્યાગ કરીએ છીએ.” તેના સમર્થનમાં “અયોગવ્યવચ્છેદ-દ્વાત્રિશિકામાંથી પૂ. હેમચંદ્રાચાર્યનું વચન ટાંકે છે : “હે વીરપ્રભુ! અમને કેવળ શ્રદ્ધાથી તમારા ઉપર પક્ષપાત નથી, કે કેવળ દ્વેષથી અન્ય ઉપર અરુચિ નથી, પરંતુ યથાર્થ આપ્તપણાની પરીક્ષાથી અમે તમારો આશ્રય કરીએ છીએ.” (આ ઉપરાંત પૂ. હરિભદ્રસૂરિની કૃતિ લોકતત્ત્વનિર્ણયનાં આધાર પણ મૂકે છે. “મને શ્રી મહાવીરનો પક્ષપાત નથી, તેમ કપિલાદિ મુનિઓ ઉપર દ્વેષ નથી, પણ જેનું વચન યુક્તિવાળું છે તે અંગીકાર કરવા યોગ્ય છે.) - “અન્યયોગવ્યવચ્છેદ-દ્વાáિશિકા'માં પૂ. હેમચંદ્રાચાર્ય જણાવે છે : “બીજા દાર્શનિક સિદ્ધાંતો એકબીજા પર પક્ષ-પ્રતિપક્ષભાવ આરોપતા હોવાથી જે રીતે મત્સરવાળા (અભિમાનવાળા) છે તે રીતે હે પ્રભુ ! તમારો સિદ્ધાંત બધાં દૃષ્ટિબિંદુઓને ભેદભાવ વગર આવકારતો હોવાથી પક્ષપાતી નથી. તેના અર્થની છાયા રજૂ થઈ હોય તેવો જ “જ્ઞાનસારનો શ્લોક છે : “જુદા જુદા નો વાદ
જ્ઞાનસારનું તત્ત્વદર્શન
124.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org