Book Title: Gyansaranu Tattvadarshan
Author(s): Yashovijay Upadhyay, Malti K Shah
Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
View full book text
________________
રજૂ થયાં નથી. સાધના અને અનુભૂતિની વાતો કરતાં કરતાં પ્રસંગોપાત્ત આવા મુદ્દાઓની રજૂઆત થયેલી છે તે જુદી વાત છે.
‘જ્ઞાનસાર ’માં શુદ્ધાત્માના સ્વરૂપ અંગે જે કંઈ ઉલ્લેખો પ્રાપ્ત થાય છે તેમાં જીવના અનંત ગુણચતુષ્ટયની પરંપરાગત રજૂઆતના બદલે શુદ્ધાત્મા જ્ઞાનસ્વરૂપ, પૂર્ણાનંદસ્વરૂપ, નિત્યતા, નિર્મળતા, સમાનતા, રૂપરહિતતા જેવા ગુણો ધરાવે છે તે વાત મૌલિક રીતે રજૂ થઈ છે. જીવ અને પુદ્ગલ વચ્ચે જે ભેદ છે તેનું જ્ઞાન હોવું સાધક માટે ખૂબ જરૂરી મનાયું છે. જીવને કર્મબંધન ન લાગે તે માટે કર્મની વિષમતાથી સભાન બનીને સમભાવપૂર્વક, સાક્ષીભાવે વર્તવું જરૂરી છે.
સાધકના પોતાના જીવનમાં અવારનવાર જે અવરોધો આવ્યા કરે છે તે અવરોધો કે દોષો કેવા કેવા હોય છે અને આ અવરોધો કેમ ઓળંગી જવા, દોષોને કેમ દૂર કરવા તેનો વ્યવહારુ ખ્યાલ આવે તેવા શ્લોકો ‘જ્ઞાનસાર'માં ઠેરઠેર જોવા મળે છે. મોહ, આત્મપ્રશંસા, સ્પૃહા, સંસારસુખની ઘેલછા, કુતર્ક, ભય, અસ્થિરતા જેવા દોષો પ્રગતિના માર્ગમાં કેવી રીતે અવરોધક છે અને તે કેમ દૂર કરી શકાય તે રજૂઆતમાં સંવર અને નિર્જરાની જ વ્યવહારુ (practical) રજૂઆત થઈ છે. સાધનામાર્ગે આગળ વધતા સાધકના ગુણો અને સાધનામાર્ગમાં અનુભવ, પૂજા, તપ, ધ્યાન, નિયાગ વગેરેના મહત્ત્વનો ખ્યાલ આપણને ‘જ્ઞાનસારમાંથી પ્રાપ્ત થાય છે, ત્યારે આપણે સ્પષ્ટ રીતે કહી શકીએ કે ‘જ્ઞાનસાર’એ ઉપાધ્યાયજીની સાધકો માટેની પરમ ભેટ છે.
પોતાની રજૂઆતના સમર્થનમાં ઠેરઠેર તેઓ શાસ્ત્રોનાં અવતરણો આપે છે, ‘કહ્યું છે કે’ જણાવીને આધારો ટાંકે છે ત્યારે માત્ર પોતાની પ્રતીતિને આધારે જ નહીં, પણ ચકાસેલી બાબત, ‘verified truth' ૨જૂ ક૨વાની તેમની શૈલીનો આપણને ખ્યાલ આવે છે. માત્ર પોતાની જ પ્રતીતિને આધારે ૨જૂઆત થઈ હોય તો તે ભ્રાંત હોવાની શક્યતા રહે, પણ જ્યારે પોતાની પ્રતીતિને શાસ્ત્રનો આધાર પ્રાપ્ત થાય ત્યારે ઠોસ ભૂમિકા પરથી આ કૃતિ રચાયેલ છે તે હકીકત નિર્વિવાદ બની જાય છે. શાસ્ત્રના આધારો માટે તેમની દૃષ્ટિ બધેય ફરી વળે છે. પ્રાચીન જૈન આગમો, વિશાળ આગમેતર જૈન સાહિત્ય ઉપરાંત ‘ગીતા’, ‘ઉપનિષદ’ જ્ઞાનસારનું તત્ત્વદર્શન
Jain Education International
138
For Private & Personal Use Only
www.jainelibrary.org