Book Title: Gyansaranu Tattvadarshan
Author(s): Yashovijay Upadhyay, Malti K Shah
Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
View full book text
________________
જેવા જૈનેતર સાહિત્યની પણ વિચારણા સ્વીકારની જ તેમની વૃત્તિ સ્પષ્ટ બને છે.
જ્યાંથી પણ સત્ય મળે તેના સીધા
‘જ્ઞાનસાર'માં ઉપમાઓની પ્રચુરતા જણાય છે છતાં તેમાંની પ્રત્યેક ઉપમા મર્મ તરફ દોરી જવા માટે ઉપયોગી હોઈને જ સ્થાન પામી છે. કેટલાય શ્લોકોમાં પક્ષીઓ, પ્રાણીઓ, પ્રાકૃતિક વાતાવરણનો ઉલ્લેખ પોતાની વાતને સમજાવવામાં થયેલો જોઈ શકાય છે, તેમાં તેમનું આસપાસનું પર્યાવરણનું સૂક્ષ્મ નિરીક્ષણ પણ જણાઈ આવે છે. એકવીસમા ‘કર્મવિપાકચિંતન-અષ્ટક'માં અને બાવીસમા ‘ભવોગઅષ્ટક'માં તેમની વર્ણનકલા અને સાહિત્યિક છટાનો પરિચય થાય છે, તો ત્રેવીસમા ‘લોકસંજ્ઞાત્યાગ-અષ્ટક'ની વિચારણા તેમની વિશિષ્ટ ૨જૂઆત બની રહે છે. પાંચમા ‘જ્ઞાન-અષ્ટક'માં, છઠ્ઠા ‘શમ-અષ્ટક'માં, આઠમા ‘ત્યાગઅષ્ટક'માં, સત્યાવીસમા ‘યોગ-અષ્ટક'માં, અઠ્યાવીસમા ‘નિયાગ-અષ્ટક’માં, ત્રીસમા ‘ધ્યાન-અષ્ટક'માં સંક્ષેપમાં પણ સચોટ રીતે ખૂબ ગહન વાતો આપણી સમક્ષ રજૂ થઈ છે, તો ઓગણત્રીસમું ‘પૂજા-અષ્ટક' સંપૂર્ણ ભક્તિભાવસભર છે.
ઉપસંહારના શ્લોકોમાં આ ગ્રંથની રચનાથી પોતાને જે ઊર્ધ્વગતિ પ્રાપ્ત થઈ તેમાંથી અધઃપાત થવાની કોઈ શક્યતા નથી તે હકીકતની સ્પષ્ટ પ્રતીતિ પ્રાપ્ત થાય છે. આ ગ્રંથની રચનાથી તથા તેના સેવનથી હૈયામાં પૂર્ણપણે વિવેક પ્રસર્યો છે, જેથી સારાસારનો સ્પષ્ટ ખ્યાલ આવી શકે. ચારે બાજુ ધવલમંગલ પ્રસરી જવાથી હૃદયમાંથી મેલ નીકળીને ઊજળાપણું આવી ગયું છે. “આ ગ્રંથની રચનાથી પૂર્ણ આનંદઘન આત્માના ભાગ્ય જાગવાથી ચારિત્રરૂપી સ્ત્રી સાથે પાણિગ્રહણનો મહોત્સવ ઊજવાયો છે” એમ જ્યારે દર્શાવ્યું છે ત્યારે આત્મા અને ચારિત્રના મિલનની કબૂલાત કરી છે. ‘જ્ઞાનસાર'ની રચના કરતાં અખૂટ આનંદનો અનુભવ થયો છે, કારણ કે અત્યાર સુધી જે ચારિત્ર બહારનું લાગતું તે હવે આપ્યંતરમાં પણ પરિણમ્યું છે. પોતાના આટલા બધા ગ્રંથોમાં પણ ક્યાંક જ થયેલી અંતરંગ કબૂલાત અહીં સ્પષ્ટ રીતે જોવા મળે છે. પોતે જે અપ્રમત્તનગરમાં પ્રવેશ કર્યો છે ત્યાંથી પાછા ફરવાનો તો કોઈ પ્રશ્ન જ નથી. પોતે જે ઊંડાણને પામ્યા છે તે અનુભૂતિના ઉન્મેષો અહીં ખાસ નોંધપાત્ર છે.
Jain Education International
ઉપસંહાર 139
For Private & Personal Use Only
www.jainelibrary.org