Book Title: Gyansaranu Tattvadarshan
Author(s): Yashovijay Upadhyay, Malti K Shah
Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
View full book text
________________
રીતે ‘જ્ઞાનસાર’માં મૂકી છે. “ધ્યાન કરનાર અંતરાત્મા, ધ્યેયરૂપ પરમાત્મામાં એકાગ્રતાની બુદ્ધિ રાખે તે સમાધિ છે.”૨૧ આ બંનેમાં આત્મા અને અરિહંત, ધ્યાતા (અંતરાત્મા) અને ધ્યેય(પરમાત્મા)ની એકતાની વાત રજૂ થઈ છે. (ઘ) હરિભદ્રસૂરિ
આચાર્ય હરિભદ્રસૂરિકૃત ‘ષોડશક’, ‘યોગવિંશિકા’, ‘યોગદૃષ્ટિસમુચ્ચય’ વગેરે ગ્રંથોમાંથી ઉપાધ્યાયજીએ અવારનવાર અવતરણો ટાંક્યાં છે.
‘ષોડશક’માં આ. હિરભદ્રસૂરિ જણાવે છે, “તીર્થંકરપ્રણીત આગમ હૃદયમાં હોય ત્યારે પરમાર્થથી તીર્થંકર ભગવાન હૃદયમાં હોય છે, કારણ કે તે તેના સ્વતંત્ર પ્રણેતા છે.” આ જ રીતે શાસ્ત્રનું મહત્ત્વ સમજાવતાં ‘જ્ઞાનસાર’માં જણાવ્યું છે, “શાસ્ત્રને આગળ કરો ત્યારે વીતરાગ ભગવાનને આગળ કર્યા કહેવાય, કારણ કે શાસ્ત્રો વીતરાગકથિત જ છે.” શાસ્ત્રને સમજવા માટે શાસ્ત્રકર્તાને જાણીએ તે ઉપયોગી છે.
૨૩
યોગના અરૂપી આલંબનની વાતના સમર્થનમાં પણ ‘ષોડશક'નો જ આધાર ટાંક્યો છે. યોગનિરોધ એ સર્વોત્તમ યોગ છે અને અનાલંબન યોગ કે જે ઈષતુ-આલંબન કે નિરાલંબન તરીકે પણ ઓળખાય છે તે યોગનિરોધથી નજીકનો જ યોગ છે. અે યોગના પ્રકારોમાં પણ પ્રીતિ, ભક્તિ, વચન અને અસંગ અનુષ્ઠાનને સમજાવવા માટે ‘ષોડશક’નો જ આશ્રય લીધો છે.૨૪ “અવિશેષિત વચનને એકાંતે પ્રમાણ પણ ન કહેવાય, અપ્રમાણ પણ ન કહેવાય.’’ - ‘જ્ઞાનસાર’માં રજૂ કરેલા આ વિચારને દૃઢ કરવા માટે ‘ષોડશક'નો આધાર આપતાં જણાવ્યું છે, “અન્ય મતનો દ્વેષ કરવાને બદલે બીજા દરેક પક્ષનો ઉપયોગ કરીને તેના વિષયને જાણવો.” (વળી પૂ. ધર્મદાસગણિ ક્ષમાશ્રમણકૃત ‘ઉપદેશમાલા'માંથી પણ આ વિચારને સમર્થન આપ્યું છે. “શ્રુતના રહસ્યને પારખ્યા વગર, અર્થભેદન કર્યા વગર માત્ર સૂત્રના શબ્દોને અનુસરીને કરેલ ક્રિયાનુષ્ઠાન અજ્ઞાનયુક્ત તપ ગણાય છે.”૨૫)
‘જ્ઞાનસાર’ના ‘યોગ-અષ્ટક'માં યોગના જે પ્રકા૨ો રજૂ કર્યા છે તેને પૂ. આ. હરિભદ્રસૂરિકૃત ‘યોગવિંશિકા’ની ગાથા દ્વારા સમર્થન આપ્યું છે.૨૭ ’સૂત્રશાન કોને આપવું અને કોને ન આપવું તે વિચારણા પણ ‘યોગવિંશિકા’ને આધારે વધુ સ્પષ્ટ કરી છે.
૨૭
૨૮
પૂ. આ. હરિભદ્રસૂરિકૃત ‘યોગદૃષ્ટિસમુચ્ચય'ના આધારે તાત્ત્વિક અને અતાત્ત્વિક ધર્મસંન્યાસનો ખ્યાલ સ્પષ્ટ કર્યો છે. યોગસંન્યાસના ખ્યાલને સમજાવવા પ્રાચીન જૈન અને જૈનેતર ગ્રંથોનો પ્રભાવ
123
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org