Book Title: Gyansaranu Tattvadarshan
Author(s): Yashovijay Upadhyay, Malti K Shah
Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
View full book text
________________
સહજ ભાવે પ્રવૃત્તિ થાય તે અસંગ-અનુષ્ઠાન. સાધકની કક્ષા જ્યારે ઊંચી હોય ત્યારે કોઈના વચનની અપેક્ષા વગર સહજભાવે, અંતઃસ્કુરણાથી જ તે ઉચિત પ્રવૃત્તિ કરે છે, અનુચિત પ્રવૃત્તિ ત્યજે છે.
આલંબનયોગમાં જે આલંબન છે તે પણ રૂપી આલંબન અને અરૂપી આલંબન એમ બે પ્રકારનું હોય છે. જિનમુદ્રા, જિનેશ્વરની મૂર્તિ વગેરે “રૂપી' આલંબન છે. અર્હત્ કે સિદ્ધના સ્વરૂપનું, તેમના જ્ઞાન-દર્શન-ચારિત્ર વગેરે ગુણોનું આલંબન તે “અરૂપી' આલંબન છે. આ બેમાં અરૂપી આલંબનમાં વધારે સૂક્ષ્મતા છે. આ અરૂપી આલંબન સિદ્ધના સ્વરૂપ સાથે તન્મયપણારૂપ હોવાથી ઉત્કૃષ્ટ અનાલંબન યોગરૂપ છે. (૨૭૬) અરૂપી આલંબન તે આલંબન હોવા છતાં તેમાં આલંબન સાવ ઈષતું અર્થાત્ નહિવત્ હોવાથી તે અનાલંબનરૂપ જ છે. અરૂપી આલંબનમાં સાધક સિદ્ધના સ્વરૂપ સાથે તન્મય બની જતો હોવાથી તે શ્રેષ્ઠ યોગરૂપ છે.
શ્રેષ્ઠ હોવા છતાં અરૂપી આલંબનયોગ સુધી બધા સાધકો પહોંચી શકવા સમર્થ હોતા નથી. અને ત્યાં વાત આવે છે સાલંબનયોગની કે રૂપી યોગની. સાધકની જુદી જુદી અવસ્થા પ્રમાણે અમુક કક્ષાએ તેના માટે રૂપી આલંબન પણ જરૂરી છે. જિનેશ્વરની મૂર્તિની પૂજા-અર્ચના કરવી તે આલંબન પણ સાધકને ક્યારેક ઉપયોગી નીવડે છે. શ્વેતાંબર મૂર્તિપૂજક સંપ્રદાયમાં જે દ્રવ્યોથી મૂર્તિની પૂજા કરવામાં આવે છે તે દ્રવ્યોને અનુરૂપ ભાવથી થતી ભાવપૂજાને “જ્ઞાનસાર'માં આ રીતે સમજાવવામાં આવી છે. (ગ) પૂજા
જીવ પ્રયત્ન કરીને જ પોતાના શુદ્ધતમ સ્વરૂપને પ્રાપ્ત કરી શકે છે. આ રીતે જેઓ પોતે સંસારસાગરને તરી ગયા છે અને બીજાને તારવા માટે પણ જેમનું જીવન શક્તિમાન છે તેવા તીર્થકરોની પ્રતિમા કે મૂર્તિની દ્રવ્યપૂજા જે રીતે કરાય છે તે આખી પ્રક્રિયાને આધ્યાત્મિક દૃષ્ટિએ સમજીએ તો ભાવપૂજાનો ખ્યાલ આવે. દ્રવ્યપૂજા તે પૂજાનો સ્થળ પ્રકાર છે અને વ્યવહારનયવાળા જીવો માટે તે અપનાવી શકાય. પણ નિશ્ચયનયવાળા માટે તો ભાવપૂજા ઇચ્છનીય છે.
સૌ પહેલો પ્રશ્ન છે : “પૂજા કોની કરવાની છે ?' જવાબ છે, “શુદ્ધ આત્મારૂપ દેવની પૂજા કરવાની છે.” (૨૯)૨) મંદિરમાં પ્રતિષ્ઠિત બાહ્ય મૂર્તિ તો નિમિત્ત છે, તેને આધારે આપણા દેહમંદિરમાં બિરાજમાન આત્માની, તેના શુદ્ધ સ્વરૂપની પૂજા કરવાની છે. બાહ્ય પ્રતિમાની પૂજા ગમે તેટલી કરો, પણ જો આત્માને ન ઓળખો તો તેનો કોઈ અર્થ નથી. વળી પૂજા કરવા માટે ખરેખર તો
જ્ઞાનસારનું તત્ત્વદર્શન
110
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org.