Book Title: Gyansaranu Tattvadarshan
Author(s): Yashovijay Upadhyay, Malti K Shah
Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
View full book text
________________
અનુભવમાં સાધકને થતી તૃપ્તિ અવર્ણનીય છે – આ વિચારનાં મૂળ આચારાંગસૂત્રમાં રહેલાં છે.
સમ્યકત્વ” તે જ મુનિપણું અને મુનિપણું તે જ “સમ્યકત્વની વાત જ્યારે “જ્ઞાનસાર'માં કરી છે ત્યારે ત્યાં “આચારાંગનું અવતરણ ટાંકીને જણાવ્યું છે કે મુનિના મૌન કે સમ્યકત્વનું પાલન ગૃહસ્થ સાધકો સંપૂર્ણપણે કરી શકતા નથી. જ્યારે ત્યાગી સાધકો મૌન કે સમ્યકત્વને ધારણ કરીને કાર્મણ શરીરનો નાશ કરી શકે છે તથા આહાર-વિહારમાં પણ ખૂબ સંયમ રાખી શકે છે.
“બ્રાહ્મણ શબ્દની સવિશેષ સમજૂતી આપતાં ઉપાધ્યાયજી મહારાજ “બ્રહ્મના અધ્યયનની નિષ્ઠાવાળો” એમ અર્થ સ્પષ્ટ કરે છે. “બ્રહ્મના અધ્યયનની નિષ્ઠાવાળો” કોણ ? તે ખ્યાલ સ્પષ્ટ કરતાં “આચારાંગના પ્રથમ શ્રુતસ્કંધના બ્રહ્મચર્યને લગતાં નવ અધ્યયનોની નિષ્ઠાવાળો' એમ ચોખ્ખું જણાવ્યું છે. આચારાંગનાં આ નવ અધ્યયનોનો અભ્યાસ પણ બ્રાહ્મણને હોવો જોઈએ, તેમાં નિષ્ઠા પણ હોવી જોઈએ. (ખ) “ઉત્તરાધ્યયનસૂત્ર'
“ઉત્તરાધ્યયનસૂત્ર'માં જણાવ્યું છે કે “કામભોગો સમભાવ પણ કરતા નથી, વિકાર પણ કરતા નથી, પણ જે તેનો દ્વેષ કરે છે કે તેમાં પરિગ્રહ (મૂચ્છ) કરે છે તે તેમાં મોહ અર્થાત્ રાગ-દ્વેષ કરવાથી વિકાર પામે છે. તેમાં જે સમપરિણામવાળો છે તે વીતરાગ છે.” આ જ વિચારને “જ્ઞાનસાર'માં કામભોગાદિના નિમિત્ત માત્રથી કર્મબંધ થતો નથી, પણ તેમાં મોહ આવે ત્યારે કર્મબંધ થાય છે.” એમ જણાવીને વ્યક્ત કર્યો છે.'
પોતે “જ્ઞાનસારમાં આનુસ્રોતસિકવૃત્તિની જે સમજ આપી છે તેને સ્પષ્ટ કરતાં “ઉત્તરાધ્યયનસૂત્ર'ના શબ્દો ટાંકીને જણાવ્યું છે કે “હું લોકોની સાથે હોઈશ” એમ વિચારીને અજ્ઞાની વ્યક્તિ લોકો કરે તે પ્રકારની પ્રવૃત્તિઓ કરે છે તે તેની આનુસ્રોતસિકવૃત્તિ સૂચવે છે.* (ગ) “ભગવતીસૂત્ર'
જ્ઞાનમાં સંપૂર્ણ મગ્ન સાધકની તેજલેશ્યાની વૃદ્ધિ કેવી હોય છે તેને વિસ્તારથી સમજાવવા માટે ભગવતીસૂત્ર'માંથી લાંબું અવતરણ આપ્યું છે. તેનો સાર એ છે કે જે સાધક પરબ્રહ્મમાં મગ્ન બને છે તે સાધની તેજોલેશ્યાની અર્થાત્ ચિત્તસુખની વૃદ્ધિ ખૂબ ઝડપથી થાય છે. (આ જ વાતને આ. હરિભદ્રસૂરિત ધર્મબિંદુમાંથી પણ સમર્થન આપતાં જણાવ્યું છે કે, “ચારિત્રવાળા સાધુ માસાદિ
પ્રાચીન જૈન અને જૈનેતર ગ્રંથોનો પ્રભાવ
U9
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org