Book Title: Gyansaranu Tattvadarshan
Author(s): Yashovijay Upadhyay, Malti K Shah
Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
View full book text
________________
(ખ) યોગ અને તેના પ્રકારો
મોક્ષની સાથે આત્માને જોડનારો બધો આચાર યોગ છે.” મોક્ષ પ્રાપ્ત કરવા માટે ઉપયોગી સર્વ પ્રવૃત્તિ કે તેને અનુરૂપ સર્વ આચારને યોગ તરીકે ઓળખી શકાય છે. સ્થાન, વર્ણ, અર્થ, આલંબન અને એકાગ્રતા – આ પાંચ બાબતવિષયક જે આચાર છે તે યોગ કહેવા લાયક છે. (૨૭/૧) ૧. સ્થાન એટલે કાયોત્સર્ગ, પદ્માસન વગેરે આસનો કે જે સાધના માટે ઉપયોગી છે. ૨. વર્ણ એટલે ધર્મક્રિયાઓમાં બોલાતા શબ્દો. ૩. અર્થ એટલે બોલાયેલા શબ્દોના અર્થનું જ્ઞાન. ૪. આલંબન એટલે બાહ્ય પ્રતિમા, મૂર્તિ વગેરે કે જેના પર મનને કેન્દ્રિત કરવામાં આવે છે. ૫. એકાગ્રતા એટલે રૂપી દ્રવ્યના આલંબનથી રહિત નિર્વિકલ્પ સમાધિ – આ પાંચ પ્રકારના યોગમાં પહેલા બે (સ્થાન અને વર્ણ) યોગ એ ક્રિયાયોગ છે, જ્યારે બાકીના ત્રણ (અર્થ, આલંબન અને એકાગ્રતા) યોગ એ જ્ઞાનયોગ છે. (૨૭/૨)
- આ પાંચ પ્રકારના યોગના દરેકના ચાર-ચાર પ્રકાર થઈને કુલ વીસ ભેદ થાય છે. આ ચાર પ્રકાર છે : ઇચ્છા, પ્રવૃત્તિ, સ્થિરતા અને સિદ્ધિ સ્થાનયોગના આ ચાર પ્રકાર આ રીતે સમજી શકાય : કાયોત્સર્ગ વગેરે આસનની ઇચ્છા થાય તે ઇચ્છાયોગ. ઇચ્છા થયા પછી તેમાં પ્રવૃત્તિ થાય તે પ્રવૃત્તિયોગ. આસન વગેરેમાં પ્રવૃત્તિ કરતાં કરતાં સ્થિરતા આવે તે સ્થિરતાયોગ અને તેમાં જ્યારે કુશળતા આવે કે સિદ્ધિ પ્રાપ્ત થાય તે સિદ્ધિયોગ. આ જ રીતે વર્ણયોગ, અર્થયોગ, આલંબનયોગ અને એકાગ્રતાયોગના દરેકના આ ચાર પ્રકાર પડે છે.
ઇચ્છા, પ્રવૃત્તિ, સ્થિરતા અને સિદ્ધિ – આ ચાર ભેદો અનુક્રમે કુપા, નિર્વેદ, સંવેગ અને પ્રશમને ઉત્પન્ન કરનાર છે. (૨૭/૩) કૃપા એટલે અનુકંપા કે દયા. નિર્વેદ એટલે અસાર સંસારથી મુક્ત થવાની ઇચ્છારૂપ વૈરાગ્ય. સંવેગ એટલે મોક્ષની ઇચ્છા. પ્રશમ એટલે ઉપશમ, શાંતભાવ.
- આ જે સ્થાનાદિ વીસ યોગ છે તે બીજા પ્રીતિ, ભક્તિ, વચન અને અસંગ અનુષ્ઠાન - આ ચાર પ્રકારે પણ હોઈ શકે છે. વીસ યોગના દરેકના ચાર ચાર પ્રકાર એટલે કુલ એંસી પ્રકારના યોગ થાય. (૨૭/૭) પત્નીની જેમ પ્રીતિથી કાર્ય થાય તે પ્રીતિ-અનુષ્ઠાન અને માતાની જેમ ભક્તિથી કાર્ય થાય તે ભક્તિઅનુષ્ઠાન. કુંભાર ચાકડો ફેરવે ત્યારે સૌપ્રથમ દંડ ભરાવીને ફેરવે છે અને પછી દંડના અભાવે પણ ચાકડો ફરે છે. દંડ ભરાવીને ચાકડો ફરે તેમ આગમના સંબંધથી, તેના વચનથી ક્રિયા થાય તે વચન-અનુષ્ઠાન અને પછી દંડના અભાવે સંસ્કારથી ચાકડો ફરે તેમ આગમના સંસ્કારમાત્રથી વચનની અપેક્ષા સિવાય
સાધક અને સાધનામાર્ગ
109
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org