Book Title: Gyansaranu Tattvadarshan
Author(s): Yashovijay Upadhyay, Malti K Shah
Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
View full book text
________________
મોટાભાગના લોકો તો સ્વાર્થનિમગ્ન હોય છે, એટલે કે તેમની મોટાભાગની પ્રવૃત્તિઓ સ્વાર્થથી પ્રેરાયેલ હોય છે. આવો સ્વાર્થી સમસ્ત લોક તો કર્મથી લેપાય છે. આ સમસ્ત લોકમાં અપવાદરૂપ છે જ્ઞાનસિદ્ધ આત્મા. તે સ્વાર્થથી પ્રેરાઈને નહીં પણ સાચી સમજપૂર્વક કર્મ કરે છે તેથી તે કર્મથી લપાતો નથી. (૧૧૧) આત્માના અંગ-પ્રત્યંગને જ્ઞાનરસાયણથી રસી દેવામાં આવે પછી કર્મોનું કાજળ તેવા જ્ઞાનસિદ્ધ આત્માને સ્પર્શી શકતું નથી.
જેમ આકાશ કાદવ વડે લેપાતું નથી. તેમ જે વ્યક્તિ પોતાને લાગેલા ઔદયિક વગેરે પાંચ પ્રકારના ભાવોમાં મું. તી નથી તે વ્યક્તિ પણ પાપ વડે લેવાતી નથી. (૪૩) વધુ સ્પષ્ટ રીતે આ , ૧ મeઇએ તો કામભોગ આદિના નિમિત્ત માત્રથી કર્મબંધ થતો નથી, પણ . . . નાદિમાં જ્યારે મોહ આવે ત્યારે કર્મબંધ થાય છે. આકાશને મલિન કરવા ગમે તેટલો કાદવ ઉછાળો તોપણ આકાશ મલિન થતું નથી, તે જ રીતે કામભોગાદિ પ્રવૃત્તિ કરવા છતાં પણ જે આત્મા રાગ-દ્વેષ કરતો નથી, મોહ ધરાવતો નથી તેને તે પ્રવૃત્તિનો સ્પર્શ થતો નથી, તેવો આત્મા પાપથી લપાતો નથી કે તેને કર્મબંધ લાગતો નથી.
આકાશની ઉપમાનો ઉપયોગ કરીને બીજી રીતે આવી જ વાત સમજાવી છે. જુદા જુદા રંગો વડે અવારનવાર રંગાવા છતાં વાસ્તવિક રીતે આકાશ રંગાતું નથી. તે જ રીતે પુદ્ગલના સહયોગથી અવારનવાર આત્મા પર અવનવા રંગો ચઢે છે, પણ આત્મા તેનાથી લપાતો નથી. (૧૧/૩) પુદ્ગલ અને આત્માનો ઉપાધિથી થયેલો સંયોગસંબંધ ક્ષણિક છે અને પુદ્ગલના સંયોગથી શુદ્ધ આત્માને કર્મબંધન લાગતું નથી.
નિશ્ચયનય અને વ્યવહારનયની દૃષ્ટિએ વિચારીએ તો નિશ્ચયનયથી આત્મા લેપાયેલો નથી, તે કર્મબંધનયુક્ત નથી, જ્યારે વ્યવહારનયથી આત્મા લેપાયેલો છે, કર્મથી બંધાયેલો છે. (૧૧/૬) નિશ્ચયનયે તો આત્મા શુદ્ધ સ્વરૂપ ધરાવે છે, અનંતગુણચતુટ્યયુક્ત છે, એટલે તેને કર્મબંધનનો કોઈ પ્રશ્ન ઉદ્ભવતો નથી. વ્યવહારનયે જીવે હજી પોતાનું શુદ્ધ સ્વરૂપ પ્રાપ્ત કર્યું નથી, તે કર્મમેલ ધરાવે છે એટલે તે કર્મથી બંધાયેલ છે. જ્ઞાનયોગી અને ક્રિયાયોગી કઈ રીતે વિચારે તો શુદ્ધ થઈ શકે ? જ્ઞાનયોગી શુદ્ધ ધ્યાનની કક્ષાથી વિચારે છે, નિશ્ચયનયે વિચારે છે, કે આત્મા અલિપ્ત જ છે, અને તે રીતે તે શુદ્ધતાની નજીક પહોંચી શકે છે. જ્યારે ક્રિયાયોગી વ્યવહારનયથી વિચારે છે અને આત્માને લાગેલા કર્મબંધનને દૂર કરવા અભ્યાસનું આલંબન
જ્ઞાનસારનું તત્ત્વદર્શન 88
www.jainelibrary.org
Jain Education International
For Private & Personal Use Only