Book Title: Gyansaranu Tattvadarshan
Author(s): Yashovijay Upadhyay, Malti K Shah
Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
View full book text
________________
કરવું જરૂરી છે. તે જ રીતે આપણી અંદર અસ્થિરતારૂપ શલ્ય હાજર હોય તો ક્રિયારૂપ ઔષધ ગુણ ન કરે તેમાં ક્રિયારૂપ ઔષધનો દોષ નથી. ત્યાં તો અસ્થિરતારૂપ શલ્યનો જ દોષ છે અને તેથી તેવી પરિસ્થિતિમાં આ અસ્થિરતારૂપ શલ્યને જ દૂર કરવું જરૂરી છે. (૩૪)
સાધકની વર્તમાન મૂંઝવણભરી પરિસ્થિતિમાંથી માર્ગ કાઢવા માટે જૈન તત્ત્વજ્ઞાનના સિદ્ધાંતો, નિયમોની રજૂઆત કરવાને બદલે સામાન્ય માણસને પણ ખ્યાલ આવે તે રીતે કયો દોષ હોય તો શું ઉપાય કરવો એવી જે રજૂઆત થઈ છે તે વધારે વ્યવહારુ જણાય છે. સંવર અને નિર્જરાની પાછળનો જે ભાવ છે તે પકડીને વ્યવહારમાં તેને કેવી રીતે લાગુ પાડી શકાય તેનો વધારે ખ્યાલ આવા દોષનિવારણને લગતા શ્લોકોમાંથી આપણને આવે છે.
ટિપ્પણ
૧. “જ્ઞાનમિ ધર્મ ન ચ મે પ્રવૃત્તિઃ । નાનામ્યધર્મ ન ૨ મે નિવૃત્તિઃ ”
૨. “હ્દોષમપિ તન્નઃ સઃ અત્વનમ્ ।”
.
૩.
- રઘુવંશ
દા.ત. જુઓ : ‘જ્ઞાનસાર', ૧/૪, ૩/૧, ૭/૧, ૧૨/૩, ૧૭/૪,૬, ૨૧/૧ વગેરે.
૪. “મૂર્છા પરિગ્રહઃ ।”
Jain Education International
જ્ઞાનસારનું તત્ત્વદર્શન
102
- ‘મહાભારત’
- ‘તત્ત્વાર્થસૂત્ર’, અ. ૭, સૂ. ૧૨
For Private & Personal Use Only
www.jainelibrary.org