Book Title: Gyansaranu Tattvadarshan
Author(s): Yashovijay Upadhyay, Malti K Shah
Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
View full book text
________________
લે છે, ક્રિયા કરે છે, અને આ રીતે તે શુદ્ધતા પ્રતિ ગતિ કરવા શક્તિમાન બને
ક્યારેક એવું બને છે કે વ્યક્તિ તપ, શ્રત વગેરેના મદ અભિમાન સાથે ક્રિયા કરે છે, ત્યારે તે કર્મોથી લેપાય છે, અને ક્યારેક ભાવનાજ્ઞાનતત્ત્વજ્ઞાનથી યુક્ત હોય છે પણ તપ વગેરે ક્રિયારહિત હોય છે, ત્યારે તે લપાતો નથી. અભિમાન આવે ત્યાં તો કર્મબંધન આવે જ છે. (૧૧/૫) કર્મપરિણામ રાજા
કર્મપરિણામને રાજાની ઉપમા આપી છે. કર્મપરિણામરૂપી રાજા અનાદિ અને અનંત છે. તેની રાજધાનીનું નામ ભવચક્રનગર છે. જીવમાત્ર જે ચોર્યાશી લાખ યોનિમાં ફેરા ફરે છે, તે આ ભવચક્રનગરની પોળો છે. ભવચક્રનગરની પોળે પોળે પરદ્રવ્ય કે પુદ્ગલદ્રવ્યનું જન્મ, જરા, મૃત્યરૂપ નાટક ચાલે છે. ક્રમશઃ પ્રત્યેક યોનિમાં જન્મ, જરા, મરણ આવ્યા જ કરે છે. જે આત્મા મોહરહિત થઈને જન્મ, જરા, મરણની આ વિવિધ અવસ્થાઓને જોયા કરે છે, કર્તાભાવે નહીં પણ સાક્ષીભાવે જીવે છે તે આત્મા ક્યારેય ખેદ પામતો નથી, તેને ક્યારેય દુઃખી થવાનો વખત આવતો નથી. (૪૪)
સંસારમાં જાતિ, આયુષ્ય વગેરે અનેક બાબતોમાં જુદા જુદા જીવોમાં જે વિષમતા જોવા મળે છે, તે કર્મની વિષમતાને આભારી છે. કર્મનો વિપાક એ કાર્યનિષ્પત્તિનું અગત્યનું કારણ છે. કર્મવિપાક થતાં જેવું કર્મ હોય તેવું તેનું ફળ મળે છે. જગત અને તેમાં બનતી ઘટનાઓ વગેરે કર્મના શુભાશુભ પરિણામને વશ થયેલ છે. આ બધી બાબતોથી સભાન જ્ઞાનવાન વ્યક્તિ કોઈના પ્રત્યે રાગ કે દ્વેષ ધરાવતી નથી; દરેક પ્રત્યે સમભાવ જ ધરાવે છે. આ જ્ઞાનવાન વ્યક્તિ કર્મ અને જીવને લક્ષણોથી ભિન્ન જાણી તેમને જુદા પાડી શકે છે, તેથી તે કાર્પણ પુદ્ગલોનું આરોપણ આત્મામાં કરતી નથી, વળી તે સંસારમાં સાક્ષીભાવે રહે છે, મોહરહિત ભાવે જીવે છે, તેથી તેને નવાં કર્મોનાં બંધન લાગવાની શક્યતા નહિવતું રહે છે.
કર્મ અંગે આવી મહત્ત્વની બાબતોનો ખ્યાલ આપણને “જ્ઞાનસારના કર્મવિષયક શ્લોકોના આધારે આવી શકે છે. કર્મના આવરણને લીધે જીવ તેના શુદ્ધ સ્વરૂપથી ઘણો દૂર ચાલ્યો જાય છે. આ જીવાત્મા અર્થાત્ સંસારમાં વસતા જીવાત્માની વર્તમાન દશા કેવી છે તે જાણવું જરૂરી છે.
કર્મવિચાર
89.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org