Book Title: Gyansaranu Tattvadarshan
Author(s): Yashovijay Upadhyay, Malti K Shah
Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
View full book text
________________
પોતાના આગ્રાવાસની વાત ક્યાંય કરી નથી. જોકે તેઓએ આગ્રાના કવિ બનારસીદાસ વગેરેના સાહિત્યનો અભ્યાસ કરેલો છે તે હકીક્ત તેમના આગ્રાવાસનું સૂચન કરે છે૨૫ ગુજરાતમાં આગમન
વિદ્યાભ્યાસ માટે શ્રી યશોવિજયજીએ ત્રણ વર્ષ કાશીમાં અને ચાર વર્ષ આગ્રામાં એમ સાત વર્ષ ગુરુ સાથે ગુજરાત બહાર પસાર કર્યા. એ દરમ્યાન ગુજરાતની પ્રજા તેમની ખ્યાતિની અવનવી વાતો સાંભળીને તેમના દર્શન માટે ખૂબ જ ઉત્સુક હતી. અનેક શાસ્ત્રોનું જ્ઞાન ગ્રહણ કરીને, રસ્તામાં અનેક જગ્યાએ દુર્દમ વાદીઓ સાથે વિવિધ પ્રકારના વાદ-વિવાદ કરતાં કરતાં, વહેલામાં વહેલાં વિ. સં. ૧૭૦૭ અને મોડામાં મોડા વિ. સં. ૧૭૧૦માં, શ્રી યશોવિજયજીએ અમદાવાદમાં પ્રવેશ કર્યો.
સુજસવેલી'માં જણાવ્યા પ્રમાણે અમદાવાદમાં આવીને તેમણે હાલની રતનપોળમાં આવેલી નાગોરી શાળામાં સ્થિરતા કરી. આ સમયગાળા દરમ્યાન તેમની પાસે અનેક પ્રકારના વિદ્વાનો આવતા. ક્યારેક તો અન્ય દર્શનના વાદી પાસે તેઓ શાસ્ત્રની યુક્તિ-પ્રયુક્તિ અને ન્યાયની પરિપાટી પ્રમાણે જૈન ધર્મનું એવું સરસ પ્રતિપાદન કરતા કે જેથી વાદી જૈન દર્શનની ખામી દર્શાવી શકતા
નહી. ૨૩
“સુજસવેલીમાં જણાવ્યા પ્રમાણે તે સમયે અમદાવાદમાં ગુણરસિક અને પ્રજાના હિતચિંતક સુબા મહોબતખાનનું રાજ્ય હતું. જોકે ઐતિહાસિક રીતે જોઈએ તો મહોબતખાનનો સમય વિ. સં. ૧૭૧૮ થી ૧૭૨૪નો હતો અને આ પ્રસંગ ત્યારે બન્યો હોય એ શક્ય લાગતું નથી. છતાં “સુજસવેલી માંની નોંધ સ્વીકારીએ તો શ્રી યશોવિજયજીના બુદ્ધિવૈભવની વાતો સાંભળીને સુબા મહોબતખાને તેમને રાજસભામાં પધારવાની વિનંતી કરી. પોતાના ગુરુ-મહારાજે આજ્ઞા આપતાં યશોવિજયજીએ રાજસભામાં આવીને પોતાને બેસવા માટેના યોગ્ય સ્થાનમાં બિરાજમાન થઈને અઢાર અવધાન કરી બતાવ્યાં. તેમની અપ્રતિમ બુદ્ધિ-પ્રતિભાથી ખુશ થયેલા મહોબતખાને તેમનું ઉચિત સન્માન કર્યું અને તે પછી યશોવિજયજીને વાજતે-ગાજતે તેમના સ્થાનકે (ઉપાશ્રયમાં) લઈ જવામાં આવ્યા.
પોતે જૈન સાધુ હોવા છતાં તેમણે બધાં જ અજૈન દર્શનોનો વિશદ અભ્યાસ કર્યો હતો. જૈન તેમ જ અજૈન પુસ્તકો ઉપર ચિંતનાત્મક સાહિત્યસર્જન
યશોવિજયજી : જીવન અને વાડ્મય
19 For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org