Book Title: Gyansaranu Tattvadarshan
Author(s): Yashovijay Upadhyay, Malti K Shah
Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
View full book text
________________
નવ દ્વારોથી મળ નીકળ્યા કરે છે તે શરીર અશુચિ (અપવિત્ર) હોવા છતાં તેને પવિત્ર માનવું તે પણ અવિદ્યા છે. વળી આત્માથી ભિન્ન પુદ્ગલો અનાત્મસ્વરૂપ હોવા છતાં તે પુદ્ગલોને આત્મસ્વરૂપ માનવા તે પણ અવિઘા છે.” (૧૪|૧) શુદ્ધ આત્મદ્રવ્યને નિત્ય, શુચિ અને આત્મસ્વરૂપ માનવું તે વિદ્યા છે જ્યારે શરીર વગેરે પુદ્ગલોને નિત્યતા, શુચિતા, આત્માના ગુણયુક્ત માનવા તે અવિદ્યા છે, પુદ્ગલને અનિત્ય, અશુચિવાન અને અનાત્મસ્વરૂપ માનવા તે વિદ્યા છે. (ગ) જીવ-પુદ્ગલની ભિન્નતા વિદ્વાનને જ્ઞાત
“જીવ અને પુદ્ગલ (આત્મા અને અનાત્મા) પરસ્પર એવા મળી ગયા છે કે તે બંનેનાં લક્ષણોની અને સ્વરૂપની ભિન્નતાને જાણવા માટે સામાન્ય માણસ તો અશક્તિમાન જ છે. માત્ર વિદ્વાન વ્યક્તિ જ જીવ-પુદ્ગલની ભિન્નતાને જાણવા માટે શક્તિમાન છે. ”(૧૪/૭) બીજી રીતે આ જ વાતને સમજીએ તો “સંસારમાં હંમેશાં શરીર અને આત્મા વચ્ચેનો અવિવેક (તેનો અભેદ કે ભેદજ્ઞાનનો અભાવ) સુલભ છે, પરંતુ શરીર-આત્મા વગેરેનું ભેદજ્ઞાન કોટી જન્મે પણ દુર્લભ છે.” (૧૫/૨) શરીર અને આત્મા એકસાથે જોયા હોવાથી તે બંને વચ્ચે ભેદ હોય તે જ્ઞાન અતિ દુર્લભ બની જાય છે, વિદ્વાન કે પ્રતિભાશાળી વ્યક્તિ જ તે ભેદજ્ઞાન મેળવવા માટે શક્તિમાન બને છે.
(ઘ) પુદ્ગલદષ્ટિ બાહ્ય સ્વરૂપ જાણે
સંસારમાં કેટલાંક જીવો પુદ્ગલષ્ટિ ધરાવે છે, તો કેટલાક જીવો તત્ત્વદૃષ્ટિ ધરાવે છે. પુદ્ગલ સાથે જ સંકળાયેલી પુદ્ગલષ્ટિ વસ્તુના બાહ્ય રૂપને ઓળખીને તેના પર મુગ્ધ થાય છે. વસ્તુના બાહ્ય રૂપને ગૌણ કરીને તેના આંતરિક રૂપને અર્થાત્ તત્ત્વને જાણવું તે તત્ત્વદષ્ટિ. ગામ, ઉદ્યાન, સુંદર સ્ત્રી, હાથી-ઘોડાયુક્ત રાજમંદિર, મહાત્મા વગેરે દૃષ્ટાંતો દ્વારા ‘તત્ત્વદૃષ્ટિ-અષ્ટક'માં આ બે દૃષ્ટિ વચ્ચે રહેલો ભેદ સ્પષ્ટ કર્યો છે, (૧૯/૩થી૭) આ બે દૃષ્ટિની ઓળખ શી ? પુદ્ગલદૃષ્ટિ રૂપવતી દૃષ્ટિ છે. તે પુદ્ગલમાં અર્થાત્ ઇન્દ્રિયગ્રાહ્ય બાહ્ય વિષયમાં મગ્ન થાય છે તેથી તે પૌદ્ગલિક નજર તરીકે પણ ઓળખાય છે. રૂપરહિત અર્થાત્ રૂપને વીંધીને જોનારી તત્ત્વદૃષ્ટિ રૂપરહિત આત્મામાં મગ્ન થાય છે, (૧૯૦૧) વસ્તુના આંતરિક સ્વરૂપને સમજી શકે છે. પદાર્થના બાહ્ય સ્વરૂપ કે પુદ્ગલમાં મગ્ન થનાર વ્યક્તિમાં અવિવેકરૂપ તાવની વિષમતા આવી જાય છે, અર્થાત્ તે વિવેકપૂર્વક વિચારી શકતો નથી; જ્યારે સાધક વ્યક્તિ જગતને તત્ત્વદૃષ્ટિએ
જ્ઞાનસારનું તત્ત્વદર્શન
Jain Education International
82
For Private & Personal Use Only
www.jainelibrary.org