Book Title: Gyansaranu Tattvadarshan
Author(s): Yashovijay Upadhyay, Malti K Shah
Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
View full book text
________________
શુદ્ધ-બુદ્ધ-જ્ઞાનમય સ્વભાવવાળા છે. ભગવંત એટલે શુદ્ધ સ્વરૂપ સુધી પહોંચેલો આત્મા. તેની સઘળી ક્રિયાની પાછળ જ્ઞાન રહેલું હોય છે, તેથી દોષરૂપ કાદવ તેને લાગતો નથી અર્થાત્ તે નિર્મળ હોય છે.
આમ આત્માના સ્વરૂપમાં નિર્મળતાનો ગુણ પણ હોય છે.
(૨) સમાનતા
પ્રત્યેક આત્મા મૂળભૂત રીતે તો સમાન જ હોય છે. “શુદ્ધ નયથી વિચારીએ તો શુદ્ધ (સહજ) પર્યાયો પ્રત્યેક આત્મામાં તુલ્યપણે (સમાનપણે) છે તેથી, અને અશુદ્ધ (વિભાવ) પર્યાયો તુચ્છ હોવાથી જેની સર્વ નયમાં મધ્યસ્થ પરિણતિ છે તેવા મહામુનિને તે અભિમાનના કારણરૂપ થતા નથી.” (૧૮/૬) નાના કે મોટા કોઈપણ જીવનો આત્મા, મૂળભૂત રીતે શુદ્ધ નયથી વિચારીએ તો સમાન જ છે, એ હકીકત જેને શાત છે તે મહામુનિ જીવમાત્રના અશુદ્ધ પર્યાયોને તુચ્છ ગણે છે અને જીવમાત્રને સમાન જ ગણે છે. પ્રત્યેક આત્મામાં શુદ્ધ પર્યાયો સમાન છે અને તે જ સ્વભાવભૂત છે તે બાબત પર અહીં ભાર મુકાયો છે.
(છ) રૂપરહિતતા
આત્મા તેના શુદ્ધ સ્વરૂપે રૂપરહિત પણ છે. તે કેવી રીતે ? બાહ્ય રૂપને જોનારી રૂપવતી એવી પૌદ્ગલિક દૃષ્ટિ અને આંતરિક સ્વરૂપને જોનારી રૂપરહિત એવી તત્ત્વદૃષ્ટિના ભેદ દ્વારા શુદ્ધાત્માની રૂપરહિતતાનો ખ્યાલ આવે છે. “રૂપવાળી (રૂપાસક્ત) પૌદ્ગલિક દૃષ્ટિ રૂપને દેખીને તેમાં મોહ પામે છે અને રૂપરહિત એવી તત્ત્વદૃષ્ટિ તો રૂપરહિત આત્મામાં મગ્ન થાય છે.” (૧૯/૧) તત્ત્વદૃષ્ટિ રૂપરહિત છે, કારણ કે વસ્તુના મૂળ સ્વરૂપને જાણવા માટે તેને બાહ્ય રૂપને ભેદીને અંદર પ્રવેશવું પડે છે, અને ત્યાં બાહ્ય રૂપને જાણવા માટે જે ઇન્દ્રિયોની શક્તિઓ ખપ લાગે છે તે ઇન્દ્રિયોની શક્તિની મર્યાદા આવી જાય છે. આત્મા તેના મૂળભૂત સ્વરૂપે રૂપરહિત છે એટલે તે ઇન્દ્રિયોથી અગ્રાહ્ય છે; તેને જાણવા માટે રૂપરહિત એવી તત્ત્વદૃષ્ટિ જ શક્તિમાન છે.
જૈન દર્શનમાં ચેતનસ્વરૂપ આત્માને અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ અને અનંત વીર્ય આ અનંત ચતુષ્ટયથી યુક્ત માનવામાં આવે છે. સંસારી જીવો કર્મના આવરણથી ઢંકાયેલા હોવાથી આ અનંત ચતુષ્ટયનો અનુભવ તેમને થતો નથી, પરંતુ આ આવરણ જેમ જેમ દૂર થતાં જાય તેમ તેમ તેના શુદ્ધ
જ્ઞાનસારનું તત્ત્વદર્શન
Jain Education International
80
For Private & Personal Use Only
www.jainelibrary.org