Book Title: Gyansaranu Tattvadarshan
Author(s): Yashovijay Upadhyay, Malti K Shah
Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
View full book text
________________
(૫) “જ્ઞાનમાં મગ્ન થયેલા આત્માને જે સુખ છે તે વર્ણવી શકાય તેવું નથી, તે સ્ત્રીના આલિંગનના સુખ સાથે કે બાવનાચંદનના વિલેપનની સાથે પણ સરખાવવા યોગ્ય નથી. અને આ સિવાય તો આ સુખ માટે સંસારમાં બીજી કોઈ ઉપમા નથી.” (૨/૬) જ્ઞાનમાં મગ્ન થયેલાને જે સુખ, જે આનંદનો અનુભવ થાય છે તે અનુપમ છે. આત્મા જ્યારે સર્વોચ્ચ અવસ્થાએ પહોંચે છે, ત્યારે જ્ઞાનમગ્ન અવસ્થામાં મળતું સુખ તો જે અનુભવે તે જ જાણે, અર્થાત્ તે અવસ્થા અનંત આનંદમય છે. (ગ) નિત્યતા
શુદ્ધ આત્મામાં નિત્યતાનો ગુણ પણ હોય છે.
“જે આત્માને નિત્ય અર્થાત્ સદા અવિચલિત સ્વરૂપવાળો જાણે છે અને પરસંયોગને અનિત્ય (અસ્થિર, વિનશ્વર) દેખે છે તેનું છલ (છિદ્ર) મેળવવાને મોહરૂપ ચોર પણ સમર્થ થતો નથી.” (૧૪૨) પરસંયોગમાત્ર અનિત્ય છે, વિનશ્વર છે, નાશવંત છે; જ્યારે આત્મા નિત્ય છે, અવિનાશી છે, સદા અવિચલિત સ્વરૂપવાળો છે તેવી સ્પષ્ટ સમજણ જેને હોય છે તે પ્રગતિ કરી શકે છે. () નિર્મળતા
“આત્માનું સહજ (સ્વભાવસિદ્ધ) સ્વરૂપ સ્ફટિકના જેવું નિર્મળ છે, પરંતુ જડ વ્યક્તિ તેમાં ઉપાધિનો સંબંધ સ્થાપીને મૂંઝાય છે, મોહ પામે છે.” (૪૬) સ્ફટિક પોતે તદ્દન નિર્મળ છે, પારદર્શક છે; પરંતુ કાળા અને રાતા ફૂલના યોગથી તે કાળો અને રાતો કહેવાય છે. તેનો અર્થ એ નથી કે કાળા હોવું અને રાતા હોવું એ સ્ફટિકનો મૂળ સ્વભાવ છે. તે જ રીતે ઘણા જડ, અવિવેકી જીવો પરવસ્તુમાં આત્મભાવને આરોપીને સુખ માને તો તે મિથ્યા સુખ છે, કે પછી શુદ્ધ આત્મદ્રવ્યને ઉપાધિના સંબંધથી એકેન્દ્રિય આદિ જાણે તે અવિવેક છે. શુદ્ધ આત્માનો મૂળ સ્વભાવ તો સ્ફટિક જેવો તદ્દન નિર્મળ છે, પારદર્શક છે. તેની સામે જે વસ્તુ આવે તેનું સ્વચ્છ પ્રતિબિંબ તેનામાં પડે છે.
આ જ વાત બીજી રીતે પણ નિરૂપાઈ છે. “જેનું જ્ઞાનયુક્ત અનુષ્ઠાન (આચરણ) દોષરૂપ કાદવથી લેપાયેલું નથી એવા શુદ્ધ (નિર્મલ), બુદ્ધ (ટંકોત્કીર્ણ) જ્ઞાનમય સ્વભાવવાળા ભગવંતને નમસ્કાર હો.”(૧૧|૮) ભગવંત કેવા છે ?
તત્ત્વવિભાવના
79
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org