Book Title: Gyansaranu Tattvadarshan
Author(s): Yashovijay Upadhyay, Malti K Shah
Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
View full book text
________________
(ઘ) શ્રી યશોવિજયજીએ પોતાના સમયના અનિષ્ટોને પડકારવાની હિંમત
અવારનવાર કરી હતી અને તેવા એક પ્રસંગે કદાચ તેમને માફીપત્ર પણ લખી આપવું પડ્યું હતું. “સ્વાધ્યાય ગ્રંથ' પૃ. ૧૭થી ૧૮માં આપેલી વિગતો જોઈએ. “.. એ સમયમાં આનંદઘનની પેઠે યશોવિજયજીના નિંદક ને છિદ્રાન્વેષી ઘણા હતા, ને યશોવિજયજી ઘણે સ્થાને નિંદક દુર્જનો સામે પોકાર વ્યક્ત કરે છે.
.. યશોવિજયનું વ્યક્તિત્વ સંપ્રદાયમાં જુદું પડી આવ્યું હશે જ. એમણે મૂર્તિપ્રતિષ્ઠા જેવાં કાર્યોમાં ઝાઝો રસ લીધો જણાતો નથી. કોરી બાહ્ય ક્રિયાઓની એમણે અસારતા બતાવી અને જ્ઞાનનો મહિમા કર્યો, જ્ઞાનથી આગળ વધી અનુભવનું મહત્ત્વ કરવા સુધી એ ગયા, આનંદઘન જેવા સંપ્રદાય-બહાર રહેલા યોગીનો સંગ કર્યો, સંપ્રદાયમાં દેખાતા અનિષ્ટોની ટીકા કરી – આ બધું એમને માટે વિરોધીઓ ઊભા કરનારું બન્યું હોય, એમનો તેજોષ પણ કેટલાકે અનુભવ્યો હોય અને નિંદક દુર્જનોનો પરિતાપ એમણે વ્યક્ત કર્યો છે તે સાચો પણ હોય, એમના સાહિત્યની જોઈએ તેવી સંભાળ રાખવામાં નથી આવી એવી છાપ પણ પડી છે.” શ્રી યશોવિજયજીએ માફીપત્ર આપવું પડ્યું હતું કે કેમ તેની ચર્ચા કરીને “સ્વાધ્યાયગ્રંથ'પૃ. ૧૮ ઉપર શ્રી જયંતભાઈએ યોગ્ય રીતે નોંધ્યું છે કે, “માફીપત્રની પ્રમાણભૂતતા અંગે હજુ વિશેષ શોધખોળ અને
વિચારણાની અપેક્ષા રહે છે.” ૩. આ બંનેના મિલન અંગે “મૃતિગ્રંથ'માં પૃ. ૯૪થી ૧૦૩માં છપાયેલ શ્રીયુત
મણિલાલ મો. પાદરાકરનો “બે જ્યોતિર્ધરોની મિલનજ્યોત' નામે લેખ નોંધપાત્ર છે. તેમાં જણાવ્યા પ્રમાણે શ્રી યશોવિજયજીએ યોગી આનંદઘનજી વિશે લખેલ “અષ્ટપદીના જવાબમાં શ્રી આનંદઘનજીએ પણ એક અષ્ટપદી ઉપાધ્યાય શ્રી યશોવિજયજીના ગુણાનુવાદ માટે બનાવી હતી, પણ હાલ તે ઉપલબ્ધ નથી, પરંતુ “શ્રી આનંદઘનજી પદસંગ્રહ ભાવાર્થ'માં શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિએ તે વિષે નોંધ કરી છે.
યશોવિજયજી : જીવન અને વાડમય
35
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org