Book Title: Gyansaranu Tattvadarshan
Author(s): Yashovijay Upadhyay, Malti K Shah
Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
View full book text
________________
વિશાળ રાશિ, એ કોઈ એક વ્યક્તિ કે પ્રજાના જ નહીં, પણ આખા વિશ્વના અલંકાર સમાન છે.” પોતાના કામ માટે અન્યકૃત ગ્રંથોની ઉપાધ્યાયજીએ કરેલ નકલોનો
નામોલ્લેખ પણ પૂ. પુણ્યવિજયજીએ કરેલ છે. (ખ) “સ્વાધ્યાયગ્રંથ', પૃ. ૧૫ ઉપર શ્રી જયંતભાઈ જણાવે છે :
“યશોવિજયજી કાબેલ લહિયા હતા ને પ્રતલેખનનો એમને રસ હતો તે દેખાઈ આવે છે. એમના ઘણા ગ્રંથોની એમણે પોતે લખેલી પ્રતો મળી આવે છે. આટલી સ્વહસ્તલિખિત પ્રતો અન્ય કોઈ રચયિતાની
ભાગ્યે જ હશે.” ૩૮. “શ્રી યશોભારતી જૈન પ્રકાશન સમિતિ (પાલીતાણા) દ્વારા ઈ.સ. ૧૯૯૭માં
પ્રકાશિત થયેલ “યશોગ્રન્થમંગલપ્રશસ્તિસંગ્રહ' પુસ્તકમાં ઉપાધ્યાયજીની કૃતિઓના આદિ અને અંત આપવામાં આવ્યા છે. તેનો જો વિશ્લેષણપૂર્વક અભ્યાસ
કરવામાં આવે તો રસપ્રદ અને ઉપયોગી માહિતી મળી શકે. ૩૯, “ગુર્જર સાહિત્યસંગ્રહ' ભાગ-૧ અને ર માં લગભગ આઠસો પાનાંમાં છપાયેલ
ગુજરાતી ભાષાના વિશાળ સાહિત્ય દ્વારા પૂ. ઉપાધ્યાયજીએ ખેડેલ વિવિધ સાહિત્યપ્રકારોનો ખ્યાલ આવી શકે છે. વર્તમાન ચોવીસીના તીર્થકરોની સ્તુતિ માટે એક નહીં, બે નહીં, પણ ત્રણ ચોવીસીની રચના કરનાર ઉપાધ્યાયજીના આ ભક્તિસાહિત્યમાં ચોવીસી ઉપરાંત કેટલાંય સ્તવનો, કેટલીય સઝાયો, કેટલાંય પદોનો સમાવેશ થાય છે. તેમણે “સવાસો ગાથાના સ્તવન માં કુગુરુઓ પર આકરા પ્રહાર કર્યા છે, “દોઢસો ગાથાના સ્તવન માં મૂર્તિપૂજાના પક્ષનું મંડન કર્યું છે, તો “સાડા ત્રણસો ગાથાના સ્તવન'માં તેમણે કગરના વર્તન અને અજ્ઞાનીની અંધશ્રદ્ધા પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે રચેલ “સમ્યકત્વના સડસઠ બોલની સઝાય', “અઢાર પાપસ્થાનકની સઝાય', પ્રતિક્રમણ હેતુગર્ભિત સક્ઝાય' વગેરે કૃતિઓ જૈન સિદ્ધાંતોની વિચારણાથી સભર છે. લોકભોગ્ય ભાષામાં રચાયેલા તેમના આ વિશાળ સાહિત્યમાં થોડાંક પદો રાજસ્થાની કે મારવાડી હિંદી ભાષામાં પણ છે. યોગી શ્રી આનંદઘનજીની સ્તુતિ માટે રચાયેલ “અષ્ટપદીનાં આઠ પદો તો ખૂબ આધ્યાત્મિક ભાવસભર છે. આ સિવાય ભક્તિરસથી ભરપૂર બીજ છત્રીસ પદો પણ “ગુર્જર સાહિત્યસંગ્રહ) ભાગ-૧માં સંગૃહીત થયા છે.
જ્ઞાનસારનું તત્ત્વદર્શન
44
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org