Book Title: Gyansaranu Tattvadarshan
Author(s): Yashovijay Upadhyay, Malti K Shah
Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
View full book text
________________
જૈન દર્શન કે જૈન ધર્મમાં તીર્થકરો દેવ તરીકે પૂજનીય જરૂર છે, પણ જગત-સર્જન માટે અથવા તો જગતના સંચાલન માટે કોઈ ઇશ્વરતત્ત્વ જરૂરી છે એવું તેમાં માનવામાં આવતું નથી. જૈન દર્શનના મતે આ સંસારચક્ર ઈશ્વર દ્વારા સંચાલિત નથી, પણ કર્મ દ્વારા સંચાલિત છે. જીવોના કર્મને કારણે જ સંસારચક્ર ગતિમાન પણ છે અને કર્મને કારણે જ સંસારચક્રમાં વ્યવસ્થા પણ છે. અન્ય દર્શનોમાં સ્વીકારાયેલ જગતસર્જક, જગતકર્તા ઈશ્વરના ખ્યાલના સ્થાને જૈન દર્શનમાં કર્મના ખ્યાલને સ્વીકારવામાં આવે છે. મનુષ્યમાંથી દેવ કે તીર્થંકર બનવા માટે આ કર્મના બળને ઘટાડીને આત્મબળ વધારીએ તે જરૂરી હોવાથી જૈન ધર્મમાં આત્મબળ વધારવાની પ્રક્રિયાઓ ઉપર વિશેષ ભાર મૂકવામાં આવે છે. અન્ય દર્શનોની જેમ આત્મબળ વધારવા માટે અથવા તો પ્રગતિ કરવા માટે આત્મા-અનાત્માનો વિવેક અર્થાતુ ભેદાનુભવ કરવો જોઈએ અને રાગ-દ્વેષનો ત્યાગ કરવો જોઈએ એ વાત તો જૈન દર્શને પણ સ્વીકારી સાથેસાથે જૈન દર્શને અહિંસા ઉપર વિશેષ ભાર મૂક્યો, તેથી જ પ્રગતિમાર્ગે આગળ વધતી વખતે નાનાં-મોટાં કોઈ પણ પ્રકારનાં જીવની હિંસા ન થાય તે માટે જૈન ધર્મના આચારોમાં, નિયમોમાં સવિશેષ કાળજી રખાયેલી જોઈ શકાય છે. અહિંસાતત્ત્વનો સ્વીકાર તો અન્ય દર્શનો અને ધર્મોમાં પણ થયો છે, પરંતુ જૈન દર્શન અને ધર્મમાં અહિંસા અંગે જે સૂક્ષ્મતાથી વિચાર થયો છે તે તેનું આગવું પ્રદાન છે.'
આચારપ્રધાન જૈન ધર્મના પાયામાં જૈન દર્શનના કેટલાક મૂળભૂત સિદ્ધાંતો પડેલા છે. મનુષ્યમાંથી તીર્થકર બની શકાય એવી જે સાધના છે તેને સમજવા માટે જૈન દર્શનના આ પાયાના સિદ્ધાંતોથી માહિતગાર થવું જરૂરી છે.
જૈન દર્શનના મત પ્રમાણે જીવ અને અજીવ આ બે દ્રવ્યોનું બનેલું જગત સત્ છે. આમાં જીવ ચેતન દ્રવ્ય છે અને અજીવ અચેતન દ્રવ્ય છે. જીવ આત્મા કે જીવાત્માના નામે પણ ઓળખાય છે. જે અજીવ દ્રવ્ય છે તેના પાંચ પ્રકાર છે : પુદ્ગલ, ધર્મ, અધર્મ, આકાશ અને કાળ. આ પાંચમાં પણ જીવનો સંબંધ મુખ્યત્વે તો પુદ્ગલ સાથે છે, જ્યારે બાકીના ચાર અજીવ દ્રવ્યો (ધર્મ, અધર્મ, આકાશ અને કાળ) સહકારી કે સહાયક દ્રવ્યો છે. વાસ્તવવાદી, વૈતવાદી, અનેકાત્મવાદી દર્શન જૈન દર્શનમાં આત્મા-અનાત્મા કે જીવ-અજીવ વચ્ચેના ભેદનો સ્વીકાર
જ્ઞાનસારનું તત્ત્વદર્શન
64
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org