Book Title: Gyansaranu Tattvadarshan
Author(s): Yashovijay Upadhyay, Malti K Shah
Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
View full book text
________________
કરીને તેમનું વિવેકજ્ઞાન જરૂરી મનાયું છે. જીવ-અજીવ બંનેના વાસ્તવિક અસ્તિત્વનો સ્વીકાર થયો હોવાથી જૈન દર્શન વાસ્તવવાદી તેમ જ દૈતવાદી દર્શન ગણાય છે. વળી પુદગલ કે દેહ(શરીર)થી ભિન્ન આત્માના અસ્તિત્વનો સ્વીકાર થયો હોવાથી તે આત્મવાદી દર્શન પણ મનાય છે. આત્માની સંખ્યા ઘણી છે તેમ જણાવીને પ્રત્યેક શરીરના જુદા જુદા આત્માનો સ્વીકાર થયો હોવાથી જૈન દર્શન અનેકાત્મવાદી દર્શન પણ છે. પદ્રવ્યો
તાત્ત્વિક રીતે જૈન દર્શનને સમજવું હોય તો જીવ અને અજીવ એ બંનેનું સ્વરૂપ સમજવું જરૂરી થઈ પડે. અજીવના પાંચ પ્રકારોને લક્ષમાં લેતાં જીવ અને અજીવ મળીને કુલ છ દ્રવ્યોને – પદ્રવ્યોને – સમજવાં પડે. નવ તત્વો
જોતાં જીવનને જો ધાર્મિક કે નૈતિક દૃષ્ટિએ સમજવાનો પ્રયત્ન કરીએ તો જૈન દર્શનમાં રજૂ થયેલા નવ તત્ત્વોના ખ્યાલને સમજવો જરૂરી થઈ પડે. આ નવ તત્વોમાં પહેલાં બે તત્ત્વો તો છે જીવ અને અજીવ. એટલે નવ તત્ત્વમાં આ બે તત્ત્વો રૂપે તો પદ્રવ્યોનો સમાવેશ થઈ જ જાય છે. બાકીના તત્ત્વો ક્યા છે ? તે છે : પુણ્ય, પાપ, આસવ, બંધ, સંવર, નિર્જરા અને મોક્ષ. આમાં કેટલાક જૈન ચિંતકો પુણ્ય અને પાપનો સમાવેશ અનુક્રમે આસવ અને બંધમાં કરીને સાત તત્ત્વો સ્વીકારે છે. તત્ત્વો સાત માનો કે નવ તે ગૌણ છે, પરંતુ આ તત્ત્વો જીવની બંધન-અવસ્થા અને તેનાં કારણો સાથે તેમ જ જીવની મોક્ષ-અવસ્થા અને તેના ઉપાયો સાથે સંબંધિત છે. બંધનમાંથી છુટકારો મેળવવા માટેના માર્ગને લગતી આચારવિષયક અને સાધનાવિષયક બાબતોનો સમાવેશ પણ આ નીચે વર્ણવેલાં નવ તત્ત્વોમાં થઈ જાય છે. ૧. જીવ
“જીવ ચૈતન્યમય દ્રવ્ય છે અને “ઉપયોગનો ગુણ ધરાવે છે. એમ જણાવીને જીવોનાં વિવિધલક્ષી સ્કૂલ-સૂક્ષ્મ વર્ગીકરણ જૈન દર્શનમાં રજૂ થયાં છે. “ઉપયોગ” એટલે બોધરૂપ વ્યાપાર, અને આ બોધનું કારણ છે જીવમાં રહેલી ચેતનાશક્તિ. જૈન દર્શનમાં આ જીવોનાં જે વર્ગીકરણો કરવામાં આવે છે તેનો આછો ખ્યાલ મેળવીએ.
નવ તત્વ
65 For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org