Book Title: Gyansaranu Tattvadarshan
Author(s): Yashovijay Upadhyay, Malti K Shah
Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
View full book text
________________
૯. મોક્ષ
સર્વ કર્મોનો સંપૂર્ણ ક્ષય થતાં જીવ સંસારચક્રમાંથી મુક્ત થાય તે સ્થિતિ તે મોક્ષ છે. જેમ વાદળાં ખસી જતાં સંપૂર્ણ સૂર્ય પ્રકાશમાન થાય છે, તેમ કર્મનાં આવરણો ખસી જતાં આત્માના બધા ગુણો પ્રકાશમાન થાય છે. એક તુંબડી ઉપર માટીનો લેપ કરીએ અને તેને પાણીમાં નાખીએ તો માટીના લેપના કારણે ભારે બની જવાથી પહેલાં તો તે પાણીમાં ડૂબી જાય છે. પરંતુ જેમ જેમ પાણીમાં પલળી પલળીને તેની માટી દૂર થતી જાય તેમ તેમ તુંબડી હલકી બનતી જાય છે. આ રીતે જ્યારે મોટી સંપૂર્ણપણે દૂર થઈ જાય ત્યારે તે હલકી બનવાથી પાણીમાં તરવા માંડે છે. આ જ રીતે કર્મરૂપ મેલથી આત્મા ભારે બની જાય છે, પણ જેમ જેમ આ મેલ દૂર થતો જાય છે તેમ તેમ આત્મા ઊર્ધ્વગતિ પામે છે. આ પ્રક્રિયા દરમ્યાન જ્યારે કર્મોનો સંપૂર્ણ ક્ષય થાય છે ત્યારે આત્મા સર્વોચ્ચ અવસ્થારૂપ મોક્ષ પ્રાપ્ત કરે છે. માનવદેહ દ્વારા સ્વપ્રયત્ન અને પુરુષાર્થથી મોક્ષ શક્ય બને છે.
જે જે સંસારી જીવો બંધનમાંથી મુક્તિ ઇચ્છે છે, તેને મુક્તિ પ્રાપ્ત કરવા માટે આ નવ તત્ત્વોનું જ્ઞાન હોવું આવશ્યક છે. આ જ્ઞાનના પ્રકાશમાં વ્યક્તિ પોતાનાં દોષોને દૂર કરીને ઉત્તરોત્તર પ્રગતિના માર્ગે આગળ વધી શકે છે અને ક્રમશઃ જીવનના અંતિમ ધ્યેય મોક્ષ સુધી પહોંચી શકે છે. આ માટે તેણે પોતે જ પ્રયત્ન કરવાનો છે. કોઈની કૃપામાત્રથી નહીં, પણ પુરુષાર્થથી જીવ પોતાના શુદ્ધતમ સ્વરૂપ સુધી પહોંચવા શક્તિમાન બને છે.
જૈન દર્શનમાં સ્વીકારાયેલા આ પદ્રવ્ય અને નવ તત્ત્વના સિદ્ધાંતો “જ્ઞાનસાર' દ્વારા લોકો સમક્ષ રજૂ કરવાનો કોઈ સીધો આશય તો ઉપાધ્યાયજી મહારાજનો નથી, કારણ કે આ ગ્રંથ એ માત્ર તાત્ત્વિક ચર્ચાનો ગ્રંથ નથી. છતાં પણ જૈન દર્શનના આ સિદ્ધાંતોમાં ગર્ભિત રીતે રહેલા ગુણોનો પરિચય લોકોને થાય તેવી રજૂઆત “જ્ઞાનસારમાં આપણને દૃષ્ટિગોચર થાય છે. સરળ લૌકિક દૃષ્ટાંતો આપીને સામાન્ય પ્રજા ગહન તત્ત્વો કે સિદ્ધાંતો પણ સરળતાથી સમજે તેવી તેમની કુશળતામાં તેમની લોકાનુગ્રાહકતાનાં દર્શન આપણને થાય છે.
નવ તત્વ
69
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org