Book Title: Gyansaranu Tattvadarshan
Author(s): Yashovijay Upadhyay, Malti K Shah
Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
View full book text
________________
અનસ્તિકાય દ્રવ્ય છે. કાળ એ પદાર્થોના પરિવર્તનનું માધ્યમ છે, સહાયક
કારણ છે. ૩-૪. પુણ્ય અને પાપ
જૈન દર્શન કર્મને સૂક્ષ્મ દ્રવ્ય માને છે. જીવનમાં જે શુભ કર્મો છે તે પુણ્ય અને અશુભ કર્મો છે તે પાપ કહેવાય છે. શુભ કર્મ કે પુણ્યના ફળસ્વરૂપે જીવને માનસિક શાંતિ, સુખ પ્રાપ્ત થાય છે. તો અશુભ કર્મ કે પાપના ફળસ્વરૂપે જીવને માનસિક અશાંતિ, દુઃખ પ્રાપ્ત થાય છે. “પરંતુ અંતે તો આ બંને પ્રકારનાં કર્મો (પુણ્ય અને પાપ) જીવના કર્મબંધનના કારણરૂપ છે.
જૈન દર્શનના મત અનુસાર કર્મ પુદ્ગલનું જ એક સ્વરૂપ છે. અણુરૂપ (સૂક્ષ્મ), નિર્જીવ અને નિષ્ક્રિય એવા આ કર્મ-પુગલો એક પણ ઇન્દ્રિય દ્વારા ગ્રહણ કરી શકાતા નથી, કોઈ પણ યંત્ર દ્વારા જોઈ શકાતા નથી, છતાં, વાતાવરણ તથા અવકાશમાં ચારે બાજુ કર્મ વ્યાપ્ત છે, અને કર્મનાં પરિણામોના આવિર્ભાવોમાંથી જ સૃષ્ટિની ઘટનાઓ બન્યા કરે છે. તેથી તો જૈન દર્શનમાં જગન્નિયંતા તરીકે પણ ઈશ્વરની જરૂર મનાઈ નથી.
સંસારી જીવો જે કર્મોના બંધનમાં ફસાય છે તે કર્મના મુખ્ય બે પ્રકાર છે : ઘાતી કર્મ અને અઘાતી કર્મ.
જ્ઞાનાવરણીયકર્મ, દર્શનાવરણીયકર્મ, અંતરાયકર્મ અને મોહનીયકર્મ – આ ચાર પ્રકારનાં કર્મો જીવના અનંત ચતુષ્ટય (અનંત જ્ઞાન, દર્શન, સુખ અને વીર્ય) ગુણોને ઝાંખા પાડી દે છે તેથી તે કર્મો “ઘાતકર્મ' તરીકે ઓળખાય છે.
આયુષ્કર્મ, નામકર્મ, ગોત્રકર્મ અને વેદનીયકર્મ – આ ચાર પ્રકારનાં કર્મો જીવના ગુણોનો નાશ કરતા નથી, પણ તેના સાંસારિક અસ્તિત્વ સાથે સંબંધિત છે તેથી તે “અઘાતકર્મ' તરીકે ઓળખાય છે.
'ચાર પ્રકારના ઘાતકર્મ અને ચાર પ્રકારના અઘાતી કર્મ– એમ કર્મબંધનના આ આઠ પ્રકારોના પેટાપ્રકારો અનેક છે. પ-૭. આસવ અને બંધ
કર્મનો ચાલ્યો આવતો પ્રવાહ તે “આસવ' છે. જીવને કર્મબંધન કેવી રીતે થાય છે તે વાત એક દષ્ટાંતથી સ્પષ્ટ થાય છે. જેમ શરીર ઉપર તેલ લગાડ્યું
નવ તત્વ
67
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org