Book Title: Gyansaranu Tattvadarshan
Author(s): Yashovijay Upadhyay, Malti K Shah
Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
View full book text
________________
નવ તત્વ
તીર્થંકર
જિન એટલે રાગ-દ્વેષના વિજેતા. આવા રાગ-દ્વેષના વિજેતા જિનોએ જે ધર્મનું આચરણ કર્યું અને જે ધર્મનો ઉપદેશ કર્યો તે જૈન ધર્મ. જૈન ધર્મ કોઈ એક વ્યક્તિ દ્વારા પ્રવર્તિત થયો અથવા તો તેમાં કોઈ એક જ વ્યક્તિને ઇષ્ટદેવ તરીકે સ્થાન છે એમ નથી; કારણ કે જૈનોએ જેમનામાં રાગ-દ્વેષનો વિજય જોયો તેમને પોતાના ઇષ્ટદેવ તરીકે સ્વીકાર્યા અને એવી વિશિષ્ટ વિભૂતિઓને તીર્થંકર નામ આપીને એવા અનેક તીર્થંકરોને પોતાના ઇષ્ટદેવ તરીકે સ્થાન આપ્યું. જૈન ધર્મના દેવ તરીકે પૂજનીય બનેલ તીર્થંકરની વિશેષતા એ છે કે તીર્થંકરો પણ મનુષ્યરૂપે જ વિકાસ પામતાં પામતાં તીર્થંકરપદ પ્રાપ્ત કરે છે. તે કેવી રીતે ? તેઓ સામાન્ય મનુષ્યરૂપે જ જન્મ લે છે, પણ પછી કંઈક અંશે પૂર્વ સંસ્કારોને કારણે અને કંઈક વિશેષ પ્રકારની સાધનાના કારણે તેઓ મનુષ્યભવમાં જ તીર્થંક૨પદ પામે છે. તેમનું ઉન્નત જીવન આપણને એ સંદેશો આપે છે કે કોઈ પણ મનુષ્ય તેમની જેમ પ્રયત્ન કરે તો તે તીર્થંકરપદને પામી શકે.
૧
Jain Education International
63
For Private & Personal Use Only
www.jainelibrary.org