Book Title: Gyansaranu Tattvadarshan
Author(s): Yashovijay Upadhyay, Malti K Shah
Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
View full book text
________________
હારીભદ્રીય-અષ્ટક' વગેરે. ઉપાધ્યાયજી મહારાજે રચેલ આ “જ્ઞાનસાર-અષ્ટક'ની વિશેષતા એ છે કે તેમાં જુદા જુદા વિષયોને લગતાં બત્રીસ અષ્ટકો છે. આ દરેક અષ્ટકની અંદર અનુષ્ટ્રપ છંદમાં, સંસ્કૃત ભાષામાં આઠ આઠ શ્લોકો રજૂ થયા છે. આ પ્રત્યેક સંસ્કૃત શ્લોકનો અર્થ સામાન્ય માણસ પણ સમજી શકે તે માટે તેનો “ટબો” કે “બાલાવબોધ પણ તેમણે પોતે જ ગુજરાતી ભાષામાં રચ્યો છે.* કમળપુષ્પની પાંખડી સમા આ બત્રીસ અષ્ટકોમાં કુલ ૨૫૦ શ્લોકો, ઉપસંહાર અને પ્રશસ્તિના મળીને ૧૭ શ્લોકો અને બાલાવબોધના ૩ શ્લોકો – એમ જ્ઞાનસારમાં કુલ ૨૭૬ શ્લોકો છે. ઉપસંહારમાંના પ્રશસ્તિના શ્લોક ૧૩માં જણાવ્યા પ્રમાણે આ કૃતિ સિદ્ધપુર નગરમાં દિવાળીના દિવસે પૂર્ણ થયેલ છે. આ
શ્લોકોમાં ક્યાંય રચનાસંવતનો ઉલ્લેખ થયો નથી, પરંતુ ગુજરાતમાં આવેલ સિદ્ધપુર નગરના વિ. સ. ૧૭૧૧ની સાલના ચોમાસા દરમ્યાન “જ્ઞાનસાર'ની રચના થઈ હોવાની શક્યતા અત્યારે સ્વીકાર્ય છે. “જ્ઞાનસાર' કૃતિ રચાયા પછી સૂરજીના પુત્ર શાંતિદાસની વિનંતીના કારણે બાલાવબોધની રચના પાછળથી થયેલ છે. બાલાવબોધમાં તેઓ પોતાને “વાચક' તરીકે ઓળખાવે છે, એટલે બાલાવબોધની રચના સં. ૧૭૧૮માં “વાચક” (ઉપાધ્યાય) પદવી મળ્યા પછી થઈ હોય તે શક્ય છે. પૂ. વિજયદેવસૂરિના ગચ્છના ઉત્કૃષ્ટ બુદ્ધિ ધરાવતા પંડિત જિતવિજયજીના ગુરુભાઈ નયવિજયજીના શિષ્ય બન્યાયવિશારદની આ કૃતિ છે - તેમ જણાવીને ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજે પોતાનો ઉલ્લેખ (ઉપસંહાર, શ્લો. ૧૭માં) “ન્યાયવિશારદ' તરીકે કર્યો છે તે હકીકત નોંધપાત્ર છે.
કોઈપણ એક વિષયને લઈને જેમાં ઊંડાણપૂર્વક વિચારણા થઈ હોય તે ગ્રંથ “પ્રકરણ' કહેવાય છે. તેમાં ઘણા વિષયો આવરી લેવાને બદલે મર્યાદિત વિષયની વિશદ છણાવટ થયેલી હોય છે. “જ્ઞાનસાર-અષ્ટક'ને “જ્ઞાનસાર પ્રકરણ' તરીકે પણ ઓળખવામાં આવે છે તે આ રીતે જોતાં યોગ્ય જ છે.
પાછળ “સાર' શબ્દ આવે તેવી કેટલીક કૃતિઓ આપણને મળે છે. દા.ત. “યોગસાર”, “ઉપદેશસાર”, “સમયસાર' વગેરે. અહીં “જ્ઞાનસાર' નામ જ્ઞાનનો સાર આપવાની વાતનું સૂચન કરે છે. “જ્ઞાનસાર' એ કૃતિના નામ પરથી લાગે છે કે કદાચ તે જ્ઞાનમીમાંસાને લગતો ગ્રંથ હશે, પરંતુ તેમાં વર્ણવાયેલ વિષયોને જોતાં લાગે છે કે જ્ઞાનનું પ્રામાણ્ય, જ્ઞાનના પ્રકારો જેવા જ્ઞાનમીમાંસાને લગતા પ્રશ્નોની ચર્ચા એ આ ગ્રંથનો વિષય નથી. “જ્ઞાન” શબ્દના
જ્ઞાનસારનું તત્ત્વદર્શન
48
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org