Book Title: Gyansaranu Tattvadarshan
Author(s): Yashovijay Upadhyay, Malti K Shah
Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
View full book text
________________
નય પ્રત્યે રાગ કે કોઈ નય પ્રત્યે દ્વેષ રાખતો નથી, પણ બધા નયો પ્રત્યે મધ્યસ્થભાવ જ રાખે છે. સર્વનયના જ્ઞાતામાં રાગ, દ્વેષ કે અહંકાર હોતા નથી, પણ ઉપકારબુદ્ધિ કે સમવૃત્તિપણું હોય છે. આવી વ્યક્તિ શુષ્ક વાદ-વિવાદમાં સમય બગાડવાના બદલે ધર્મવાદ કરે છે, અને તેની આ તાત્ત્વિક જિજ્ઞાસા તેને કલ્યાણમાર્ગે દોરનારી હોય છે. તેથી જ ઉપાધ્યાયજી જણાવે છે : “સર્વ નયના જ્ઞાતાનું ધર્મવાદથી ખૂબ કલ્યાણ થાય છે.” (૩૨/૫) નિશ્ચયનય અને વ્યવહારનય (અથવા તો જ્ઞાનનય અને ક્રિયાનય) આ બેમાં કોઈ એકને સ્વીકારવાને બદલે બંને નયો પોતપોતાના સ્થાને સાચા છે એમ સ્વીકારનાર જ્ઞાની સાધકનો સર્વોત્કર્ષ થાય જ છે એમ અંતમાં ઉપાધ્યાય શ્રી યશોવિજયજી ભારપૂર્વક જણાવે છે.
‘જ્ઞાનસાર-અષ્ટક’ના આટલા જરૂર પૂરતા પરિચય પછી તેમાં રજૂ થયેલ તાત્ત્વિક વિચારસરણીને સમજવાનું સબળ બનશે. જૈન તત્ત્વજ્ઞાનના મૂળ સિદ્ધાંતો હળવી ભાષામાં, લૌકિક દૃષ્ટાંતો સાથે આ કૃતિ દ્વારા ઉપાધ્યાયજીએ લોકો સમક્ષ ૨જૂ કર્યા છે. આ વિચારસરણી માટે જૈન દર્શનના કેટલાક સિદ્ધાંતોનો પ્રારંભિક ખ્યાલ મેળવવો અત્યંત જરૂરી હોઈ તે ‘આડવાત’ પ્રથમ કરવી ઘટે.
ટિપ્પણ
૧. ‘જ્ઞાનસાર'ના ટબાની શરૂઆતમાં જ જણાવ્યું છે “પેન્દ્રવૃન્દ્રનત નત્વા, વીર તત્ત્વાર્થવેશિનમ્ ।
अर्थ: श्रीज्ञानसारस्य लिख्यते लोकभाषया ।।”
આ અંગે શ્રી જયંતભાઈ કોઠારી લખે છે :
૨.
‘જ્ઞાનસાર' પણ સિદ્ધપુરમાં દિવાળી દિને પૂરો થયો હતો ને એમાં પણ સંવત નથી, પરંતુ એ વિજયદેવસૂરિના રાજ્યમાં રચાયેલો હોય એમ જણાય છે. ને એમાં યશોવિજયજી પોતાને ‘ન્યાયવિશારદ' તરીકે ઓળખાવે છે. એટલે સં. ૧૭૧૧ના સિદ્ધપુરના ચાતુર્માસમાં રચાયો હોવાની વાત સંગત બને. જોકે ‘જ્ઞાનસાર’ના ‘બાલાવબોધ'ની પ્રશસ્તિમાં યશોવિજયજી પોતાને ‘વાચક' તરીકે ઓળખાવે છે એટલે એ (બાલાવબોધ) સં. ૧૭૧૮ની કે તે પછી રચાયેલો ગણાય.”
Jain Education International
- ‘સ્વાધ્યાયગ્રંથ', પૃ. ૨૭૩-૨૭૪ વધુમાં જુઓ : એજન, પૃ. ૨૫૬
જ્ઞાનસારનું તત્ત્વદર્શન
60
For Private & Personal Use Only
www.jainelibrary.org