Book Title: Gyansaranu Tattvadarshan
Author(s): Yashovijay Upadhyay, Malti K Shah
Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
View full book text
________________
કૃષ્ણ, બ્રહ્મા, અરિહંત વગેરેની સમકક્ષ અથવા તો તેથી વધારે સમૃદ્ધિ તત્ત્વદૃષ્ટિવાન ધરાવે છે તે વાત ફેરવી ફેરવીને અહીં કરવામાં આવી છે.
કર્મને લગતી વાત લઈને આવે છે કર્મવિપાકચિંતન-અષ્ટક'. સાચો સાધુ સુખમાં છકી જતો નથી કે દુઃખમાં દીન થઈને બેસી જતો નથી. કર્મ પાકતાં તેનાં ફળ ભોગવવા પડે તે જાણીને તે સમભાવપૂર્વક જીવે છે.
સંસારમાં જીવનાર સાધકને માટે સંસાર અનેક રીતે સમુદ્ર જેવો દુષ્કર છે તે વાત ભવોગ-અષ્ટકમાં ઉપાધ્યાયજી મહારાજે કરી છે. સાધક મુનિ પોતાના ચારિત્રમાં એકાગ્ર હોય છે. સંસારસાગરના ઝંઝાવાતોથી આવતા ઉગોથી સાધક મુક્ત રહે છે.
આવો નિર્ભય સાધક ગાડરિયા પ્રવાહમાં વહીને લોકો કરે તે પ્રવૃત્તિ કરવાને બદલે સાચી હોય તે પ્રવૃત્તિ કરવી એવી હિંમત ધરાવે છે. નદીના સામા વહેણમાં તરતી વખતે જેવી મુશ્કેલીઓ પડે તેવી મુશ્કેલીઓનો સામનો પણ ઘણી વખત સાધકે કરવો પડે છે તે વાત અહીં “લોકસંજ્ઞાત્યાગ-અષ્ટક'માં કરવામાં આવી છે. સાધક વ્યક્તિને લોકો તેની પ્રશંસા કરે કે નિંદા કરે તેની પણ પરવા હોતી નથી. હિંમતપૂર્વક તે પોતાના સાધનામાર્ગને ગમે તે પરિસ્થિતિમાં વળગી જ રહે છે.
સાધક પોતે જ આચરણ કરે છે તેને શાસ્ત્રનો આધાર પણ હોય છે આ વાત “શાસ્ત્ર-અષ્ટકમાં રજૂ થઈ છે. “પંડિતોએ શાસન પરથી અને ત્રાણ પરથી શાસ્ત્ર' શબ્દની વ્યુત્પત્તિ કરી છે.” (૨૪/૩) અર્થાત્ “શાસ્ત્ર' બે કામ કરે છે : એક તો, તે “શાસન' કરે છે અને બીજું, તે “ત્રાણ” એટલે કે “રક્ષા પણ કરે છે. શાસન કરે છે એનો અર્થ એ થાય, કે તે માર્ગદર્શન, ઉપદેશ, શિક્ષા આપીને માર્ગ બતાવે છે અને નિયમન પણ કરે છે. “શાસ્ત્રનો આવો ટૂંકો પણ સચોટ અર્થ બતાવીને “શાસ્ત્ર” એટલે “વીતરાગનું વચન' એવો નિર્દેશ કરવામાં આવ્યો છે. ગમે તેવા સમર્થ માનવીને અજાણ્યા પ્રદેશમાં જતી વખતે તે પ્રદેશ અંગેના જ્ઞાનની મદદ મળે તો તેને તે જ્ઞાન ઉપયોગી બને છે. આ જ રીતે સાધકને માટે અદષ્ટ વિષયોમાં પ્રવેશ માટે શાસ્ત્ર દીવાનું કામ કરે છે, તેથી શાસ્ત્રોને “સાધુનાં (સાધકનાં) ચક્ષુ' કહેવામાં આવે છે. દીવાના અભાવમાં જેમ અંધારામાં ઠોકરો ખાવી પડે તેમ શાસ્ત્રના અભાવમાં સાધનામાર્ગમાં મુશ્કેલીઓ પડે છે. હવે આવે છે હળવી શૈલીમાં લખાયેલ “પરિગ્રહ-અષ્ટક'. બાહ્ય હોય કે
જ્ઞાનસાર-અષ્ટક
Jain Education International
57 For Private & Personal Use Only
www.jainelibrary.org