Book Title: Gyansaranu Tattvadarshan
Author(s): Yashovijay Upadhyay, Malti K Shah
Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
View full book text
________________
પૃ. ૧૯ ઉપર એવી કેટલીક કૃતિઓ, ચિત્રપટ વગેરેનાં નામ આપ્યાં છે જેમાં વિ.સં. ૧૯૯૩ અને વિ.સં. ૧૯૭૫ની સાલ છે અને તે સાલમાં જે ગણિપદવીનો ઉલ્લેખ છે તે ગણિપદવી તેમને મળી હોય તો તેમનો જન્મસમય વિ.સં. ૧૯૪૦-૫૦ આસપાસ મૂકવો પડે. પણ “સ્વાધ્યાયગ્રંથ” પૃ. ૭માં શ્રી જયંતિભાઈ કોઠારીએ અનેક પ્રમાણો આપીને દર્શાવ્યું છે કે આ કૃતિઓ તથા ચિત્રપટમાં જે ઉલ્લેખ છે તે આ આપણા ઉપાધ્યાય યશોવિજયજી નથી. આ સમગ્ર ચર્ચાને અંતે પૃ. ૭ ઉપર શ્રી જયંતભાઈ યોગ્ય જ જણાવે છે કે, “હાલના તબક્કે “સુજસવેલી'એ આપેલું દીક્ષા વર્ષ સં. ૧૯૮૮ અને એને આધારે જેનું અનુમાન થઈ શકે એ જન્મવર્ષને જ સ્વીકારીને
ચાલવું યોગ્ય છે.” ૧૫. તેમની માતાએ પણ આ બંને ભાઈઓની સાથે દીક્ષા લીધાની વાત કેટલાક
વિદ્વાનો નોંધે છે. (દા.ત. જુઓ : “મૃતિગ્રંથ', પૃ. ૧૬૫), પણ આ વાત ખોટી લાગે છે. “સ્વાધ્યાયગ્રંથ” પૃ. ૩ ઉપર શ્રી જયંતભાઈએ માતાએ દીક્ષા લીધાની વાત એ સુજસવેલીના ઢાળ ૧ની કડી, ૧૦-૧૧ના ખોટા અન્વયના પરિણામે ઉદ્ભવેલી
જણાવીને માતાને દીક્ષિત ગણવાનો ઇન્કાર કર્યો છે તે યોગ્ય છે. ૧૩. જુઓ : “સ્વાધ્યાયગ્રંથ', પૃ. ૭ ૧૭. અન્ય અવધાનકારોની વિગત માટે જુઓ : “મૃતિગ્રંથ', પૃ. ૨૪૮ ૧૮. વિશેષ ચર્ચા માટે જુઓ : “મૃતિગ્રંથમાં “સંપાદકીય નિવેદન' પૃ. ૧૯ અને
“સ્વાધ્યાયગ્રંથ', પૃ. ૮-૯ ૧૯. જૈન મુનિઓએ અન્યત્ર જઈને વિદ્યાભ્યાસ કર્યાના વધુ દાખલા માટે
જુઓ : “મૃતિગ્રંથ', પૃ. ૧૯૭-૧૩૮ ૨૦. જુઓ : “ગુર્જર સાહિત્ય-સંગ્રહ' ભાગ-૨માં પ્રસિદ્ધ થયેલો બીજો કાગળ.
પોતે ન્યાયના સો ગ્રંથો રચ્યા તેથી પોતાને “ન્યાયાચાર્ય'નું બિરુદ મળ્યું એમ તેમણે “પ્રતિમાશતક'માં નોંધેલ છે, અને ઘણાં વિદ્વાનો આનો ઉલ્લેખ કરે છે. આ સો ગ્રંથો તેમણે ક્યારે રચ્યા? કાશીવાસ દરમ્યાન રચ્યા?– તેનો જવાબ મળતો નથી. “શતગ્રંથમાં જો “ગ્રંથ'નો અર્થ શ્લોક કરીએ તો સોએક શ્લોકની તેમની “ન્યાયખંડખાદ્ય” જેવી રચનાનો ઉલ્લેખ હશે ? કે પછી તેમણે પોતે ન્યાયના એકસો ગ્રંથ રચ્યા હશે ? રચ્યા હોય તો આ ગ્રંથ કયા કયા ? આવા
જ્ઞાનસારનું તત્ત્વદર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org