Book Title: Gyansaranu Tattvadarshan
Author(s): Yashovijay Upadhyay, Malti K Shah
Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
View full book text
________________
પ્રશ્નો ઉદ્દભવે. એટલે અહીંયાં “શતગ્રંથ' શબ્દનો તાત્પર્યાર્થ “સેકડો ગ્રંથો એટલે કે “અનેક ગ્રંથો રચ્યા એમ લેવો યોગ્ય લાગે છે.
વિશેષ વિગત માટે જુઓ : “સ્વાધ્યાયગ્રંથ', પૃ. ૧૧ ૨૧. શ્રી યશોવિજયજીના કાશીવાસ અંગે એક કથા એવી પણ છે કે તેઓ પોતાના
સમુદાયના કીર્તિવિજયના શિષ્ય વિનયવિજય સાથે કાશી ગયા હતા અને તેઓ બંનેએ પોતાના અભ્યાસકાળ સુધી સાધુવેશ છોડીને ‘જશુલાલ' અને 'વિનયલાલ નામ ધારણ કરીને જૈન તરીકેની પોતાની ઓળખ છુપાવેલ. પરંતુ “સ્વાધ્યાયગ્રંથ', પૃ. ૯ ઉપર શ્રી જયંતભાઈ જણાવે છે તેમ, આ કથા
સાવ નિરાધાર છે. ૨૨. દા.ત. “શ્રી જંબુસ્વામી રાસના પ્રારંભમાં તેઓ જણાવે છે :
સારદ સાર દયા કરો, આપો વચન સુરંગ; તું તૂઠી મુજ ઉપરિ, જાપ કરત ઉપગંગ લો તર્ક કાવ્યનો તઇ તદા, દીધો વર અભિરામ; ભાષા પણિ કરિ કલ્પતરુ, શાખા સમપરિણામ ||રા!”
- “શ્રી જંબુસ્વામી-રાસ', શ્લો. ૧, ૨ શ્રી મહાવીરસ્તુતિ (“ન્યાયખંડખાદ્ય”)માં પણ તેમણે આ જ વાત નોંધી છે. ૨૩. (ક) ગુરુ-શિષ્યની આ જોડીના વાત્સલ્ય અને ભક્તિની વાત પૂ. પુણ્યવિજયજી
મહારાજ આ રીતે નોંધે છે : મહોપાધ્યાય શ્રી નવિજયજી મહારાજ અને શ્રી યશોવિજયજી મહારાજ – આ ગુરુ-શિષ્યોની જોડી, એ અભેદભાવનું એક શુદ્ધ પ્રતીક જ હતું. શ્રી નવિજયજી મહારાજે પોતાના પ્રાણપ્રિય અતિસુયોગ્ય બાળશિષ્યને પુત્રની જેમ સદા પાળ્યા છે. દીક્ષાની ક્ષણથી આરંભી જીવનભર તેઓએ તેમની ચિંતા કરી છે અને સહકાર આપ્યો છે. ભણાવવાથી લઈને ગ્રંથરચનાના કાર્ય સુધ્ધાંમાં તેમણે શ્રી યશોવિજયજી મહારાજને વાત્સલ્યભર્યો સાથ આપ્યો છે. પોતાના શિષ્યને અભ્યાસ કરાવવા માટે તેઓશ્રીએ કાશીનો પ્રવાસ ખેડ્યો હતો અને સાથે રહી દરેક સહાયતા કરી હતી. શ્રી યશોવિજયોપાધ્યાય જે ગ્રંથો રચે તેની વિશિષ્ટ શુદ્ધ નકલો પણ તેઓ જાતે કરતા હતા. દ્વાદશાહનયચક્ર', “સિદ્ધસેનીયા દ્વાત્રિશિકા' વગેરે ગ્રંથોની શુદ્ધ પ્રામાણિક નકલો કરવામાં પણ તેમની સહાય હતી. “વૈરાગ્ય કલ્પલતા', “નયરહસ્ય', “પ્રતિમાશતક' આદિ યશોવિજયજી : જીવન અને વાડ્મય
39
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org