Book Title: Gyansaranu Tattvadarshan
Author(s): Yashovijay Upadhyay, Malti K Shah
Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
View full book text
________________
“ઉપાધ્યાયજી મહારાજનો સમય એટલે જૈન ધર્મશાસનની પેઢી ઉપર ટાંચ આવવા જેવો વિકટ સમય હતો. એક બાજુથી ઇતર સંપ્રદાયોમાં ધર્મના ઓઠા નીચે ભોગવિલાસનું સામ્રાજ્ય વૃદ્ધિ પામતું હતું. જ્યારે જૈન દર્શનના પોતાના આલીશાન મહેલમાં કોઈએ (શુષ્ક) અધ્યાત્મવાદના નામે, તો કોઈએ (સ્વરૂ૫) હિંસાના નામે, કોઈએ નિશ્ચયનયવાદના ઓઠા નીચે, તો કોઈએ જ્ઞાનવાદના નામે આગ સળગાવવાના પ્રયત્નો શરૂ કર્યા હતા. જૈન શાસનની એ મહેલાતનો અમુક ભદ્રિક વર્ગ એ આગનો ભોગ પણ થઈ ચૂક્યો હતો. એવા વિકટ સમયે એ સળગતી આગના સંતાપની પરવા કર્યા સિવાય, તે તે વ્યક્તિઓની સાથે વ્યક્તિષ જરાપણ રાખ્યા વિના, વાદ-વિવાદો દ્વારા અને તે તે વિષયનું સચોટ પ્રતિપાદન કરનારા સંસ્કૃત-પ્રાકૃત-હિંદી-ગુજરાતી ભાષામાં સંખ્યાબંધ શાસ્ત્રગ્રંથોની રચના દ્વારા ખૂબ ખૂબ શીતલ જળનો છંટકાવ કરીને પૂ. ઉપાધ્યાયજી મહારાજે આગ ઓલવવાનો ભગીરથ પુરુષાર્થ કર્યો હતો.”
– “મૃતિગ્રંથ', પૃ. ૧૩-૧૪ ૨. (ક) વિશેષ ચર્ચા માટે જુઓ : “મૃતિગ્રંથ', પૃ. ૮૫-૮૭ અને
પૃ. ૧૪૫-૧૪૭. (ખ) પોતાના સમયની વિકટ પરિસ્થિતિ અંગે તેમણે પોતે, “સાડી ત્રણસો
ગાથાનું સ્તવન', ‘સવાસો ગાથાનું સ્તવન' વગેરે કૃતિઓમાં રજૂઆત
કરી છે. (ગ) “પૂજનીય ઉપાધ્યાયજી મહારાજાને મળેલાં અનેક બિરુદો પૈકી ‘લઘુ
હરિભદ્ર'નું પણ બિરુદ છે...... હરિભદ્રસૂરિ મહારાજાએ ચૈત્યવાસીઓ વગેરેના તથા બૌદ્ધોના પ્રબલ આક્રમણમાંથી જૈન શાસનનો બચાવ કર્યો અને ભવિષ્યની પ્રજાના કલ્યાણ માટે સંસ્કૃતપ્રાકૃત ભાષામાં વિશાલ સાહિત્યનું અનુપમ સર્જન કર્યું. જ્યારે ઉપાધ્યાયજી મહારાજે પરદર્શનોના એકાન્તવાદી સિદ્ધાંતોથી જૈન શાસનનું સંરક્ષણ કરવા ઉપરાંત જૈન ધર્મના ઓઠા નીચે મિથ્યાત્વનો ઝેરી પ્રચાર કરનારી અનેક કુમતિઓથી જૈન શાસનને બચાવી લીધું અને ભોળવાઈ જતા ભદ્રિક વર્ગને શુદ્ધ શ્રદ્ધા તેમ જ સંયમમાર્ગમાં ટકાવી રાખ્યા.”
- “સ્મૃતિગ્રંથ', પૂ. આ. શ્રી વિજયધર્મસૂરીશ્વરજી, પૂ. ૧૪
જ્ઞાનસારનું તત્ત્વદર્શન
34
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org