Book Title: Gyansaranu Tattvadarshan
Author(s): Yashovijay Upadhyay, Malti K Shah
Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
View full book text
________________
ઉપાધ્યાયજીએ પોતે પ્રાકૃતમાં રચેલ ‘ધર્મપરીક્ષા' ગ્રંથનું વિવરણ પણ સંસ્કૃતમાં પોતે જ કર્યું છે. ‘આગમાર્થદીપક’ ગ્રંથ તરીકે ઓળખાતા આ ગ્રંથમાં જૈન દર્શનના સ્વપક્ષમાન્ય સૂત્રોના અર્થની ઊંડાણથી ચર્ચા કરવામાં આવેલ છે. એક જ વિષય અંગેના અનેક ગ્રંથોના સંદર્ભોને સંકલિત રૂપમાં અહીં મૂકવામાં આવેલ છે. વળી શાસ્ત્રપંક્તિઓમાં દેખાતા વિરોધનો કુશળતાપૂર્વક પરિહાર પણ આ ગ્રંથમાં કરવામાં આવેલ છે.
૫૭
ઉપાધ્યાયજીએ રચેલ મૂળ ગ્રંથોની જેમ તેમણે રચેલ ટીકાગ્રંથો પણ ઉચ્ચ કોટિનું સાહિત્યિક મૂલ્ય ધરાવે છે. તત્ત્વજ્ઞાનની દૃષ્ટિએ અગત્યના ગણી શકાય તેવા તેમના કેટલાક ટીકાગ્રંથોનો પ્રારંભિક પરિચય અત્રે ઉપકારક બની રહેશે .
આચાર્ય હરિભદ્રસૂરિજીએ ‘શાસ્ત્રવાર્તાસમુચ્ચય' નામના પોતાના સંસ્કૃત ગ્રંથમાં પ્રચલિત દર્શનોના સિદ્ધાંતોની નિષ્પક્ષ ચર્ચા કરીને તેની અપૂર્ણતાઓનો સહજભાવે નિર્દેશ કરીને જૈન મતના શુદ્ધ સિદ્ધાંતનું સ્થાપન કર્યું છે. આ ગ્રંથ ઉપર ઉપાધ્યાયજીએ ‘સ્યાદ્વાદકલ્પલતા’ નામની સંસ્કૃત ટીકા રચી છે, જે સ્વતંત્ર ગ્રંથ જેવી જ ગરિમા ધરાવે છે. મૂળ ગ્રંથની જુદાં જુદાં દર્શનોની કારિકાઓ ઉપર તેઓએ સવિસ્તર ટીકા રચી છે. પ્રત્યેક દર્શનના સ્થાપક અને તેના અનુયાયીઓ દર્શાવીને તેના સિદ્ધાંતોની ચર્ચા દરમ્યાન દરેકની મર્યાદાઓ પણ દર્શાવી છે. સ્યાદ્વાદની સ્થાપના તેમનું લક્ષ્ય હોવા છતાં પ્રત્યેક દર્શનની ચર્ચા તેમણે નિષ્પક્ષભાવે અને નીરક્ષીરન્યાયે કરી છે. નવ્યન્યાયનો તેમનો અભ્યાસ આમાં ઠેરઠેર દેખાય છે.
૧૮
ઉમાસ્વાતિકૃત ‘તત્ત્વાર્થસૂત્ર' ઉપર ઉપાધ્યાયજીએ રચેલ ‘તત્ત્વાર્થભાષ્યટીકા' આપણને અપૂર્ણ પ્રાપ્ત થાય છે. આ ટીકાગ્રંથમાં તેમણે પોતાની અનેક કૃતિઓનો ઉલ્લેખ કરેલો છે, તેથી તેની રચના તેમની પ્રૌઢાવસ્થામાં થઈ હશે. શાસ્ત્રીય અને તાર્કિક ચર્ચાથી સભર આ ટીકાગ્રંથમાં નવીન રીતે શંકાઓનું સમાધાન કરવામાં આવેલ છે, અને અન્ય દર્શનોના સિદ્ધાંતોની સમીક્ષામાં ઉદારતા જોવા મળે છે.૧૯
યોગવિષયક બે ગ્રંથો ઉપર ઉપાધ્યાયજીએ રચેલ વૃત્તિ નોંધપાત્ર છે :
આચાર્ય હરિભદ્રસૂરિએ રચેલ વીસ વીશીઓમાંથી સત્તરમી ‘યોગવિંશિકા’માં તેઓએ લાઘવથી યોગવિષયક જૈન મત ૨જૂ કર્યો છે. આ ‘યોગવિંશિકા' ઉપર ઉપાધ્યાયજીએ સંસ્કૃતમાં વૃત્તિ લખી છે. ‘યોગવિશિકા'માં યોગની પ્રારંભિક નહીં, પણ પુષ્ટ અવસ્થાનું વર્ણન છે. ધર્મઢોંગી કુગુરુઓની ખબર સંક્ષેપમાં પણ
જ્ઞાનસારનું તત્ત્વદર્શન
Jain Education International
32
For Private & Personal Use Only
www.jainelibrary.org