Book Title: Gyansaranu Tattvadarshan
Author(s): Yashovijay Upadhyay, Malti K Shah
Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
View full book text
________________
માર્મિકતાથી અહીં લેવામાં આવી છે. રૂપી-અરૂપી ધ્યાનનું સંક્ષિપ્ત વર્ણન
પણ છે.
યોગદર્શનના પ્રણેતા પતંજલિએ રચેલ ‘યોગસૂત્ર' ઉપર પણ ઉપાધ્યાયજીએ સંસ્કૃતમાં “વૃત્તિ' રચી છે. તેમની આ યોગવિષયક “વૃત્તિ” અન્ય દર્શનના ગ્રંથ ઉપર તેમણે રચેલ ટીકાનો સુંદર નમૂનો પૂરો પાડે છે. “યોગસૂત્ર' ઉપર સાંખ્ય મતથી મહર્ષિ વ્યાસે ભાષ્ય રચેલ છે તો વાચસ્પતિ મિશ્ર, વિજ્ઞાનભિક્ષુ વગેરે આચાર્યોએ તેને વિશેષ સ્પષ્ટ કર્યા છે, પણ યોગસૂત્ર' પર જૈન મતથી રચાયેલ આ વૃત્તિ તેના પર નવો જ પ્રકાશ ફેંકે છે. સાંખ્ય અને જૈન મતમાં જ્યાં ભેદ છે તેવાં જ સૂત્રો પર ઉપાધ્યાયજીએ વૃત્તિ રચી છે. ઉપાધ્યાયજીએ આ વૃત્તિમાં પાતંજલ-યોગસૂત્રોને જૈનમતના પરિપ્રેક્ષ્યમાં તપાસીને તુલનાત્મક અધ્યયનનું સુંદર દૃષ્ટાંત પૂરું પાડ્યું છે. આ રીતે વિચારતાં “યોગસૂત્રવૃત્તિ” એ યોગ દર્શન અને જૈન દર્શનના સિદ્ધાંતોના વિરોધ અને મેળનું નાનકડું પણ સુંદર પ્રદર્શન છે. કુલ ૧૯૫ યોગસૂત્રોમાંથી વૃત્તિ માત્ર ર૭ સૂત્રો ઉપર જ છે.
તેમણે રચેલ “જ્ઞાનસાર-અષ્ટક'નો પરિચય હવે પછી પ્રસ્તુત છે.
તેમના વિશાળ સાહિત્યસર્જનમાંથી કેટલીક કૃતિઓનો આટલો પ્રારંભિક પરિચય મેળવ્યા પછી તેમની વિશાળ પ્રતિભા વિશે કાંઈ કહેવાની જરૂર રહેતી નથી. તેમના ગ્રંથો જ તેમની પ્રતિભાને વ્યક્ત કરવા માટે પૂરતા છે અને સમર્થ છે.
ટિપ્પણ ૧. (ક) જુઓ : “મૃતિગ્રંથ', પૃ. ૧૧૮ અને પૃ. ૧૩૩. (ખ) “જૈન તર્કભાષા” પુસ્તકના “પ્રાસંગિક વક્તવ્યમાં પૃ. ૧ થી ૮માં
પ્રસિદ્ધ પુરાતત્ત્વવિદ્ શ્રી જિનવિજયજી નોંધે છે તે પ્રમાણે વચગાળાનો એક યુગ એવો હતો કે જ્યારે જૈન દાર્શનિક સાહિત્ય પ્રત્યે અન્ય વિદ્વાનોની ઉપેક્ષાવૃત્તિ પેદા થઈ હતી. જૈન દાર્શનિકોને અન્ય દર્શનોનું જ્ઞાન હતું, પણ જૈન દર્શન અંગે શંકરાચાર્ય જેવા સમર્થ દાર્શનિકોને પણ પૂરતું જ્ઞાન ન હતું. આ માટે જૈન ધર્મની આવી અંધકારભરી
દશા પણ કંઈક અંશે જવાબદાર હશે. (ગ) પ. પૂ. આ. ભ. શ્રી વિજયધર્મસૂરીશ્વરજી શ્રી યશોવિજયજીનો સમય અને તે સમયમાં તેમણે કરેલ કામોનું મહત્ત્વ સમજાવતાં નોંધે છે :
યશોવિજયજી : જીવન અને વાડ્મય
33 For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org