Book Title: Gyansaranu Tattvadarshan
Author(s): Yashovijay Upadhyay, Malti K Shah
Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
View full book text
________________
વ્યાકરણ, છંદ, અલંકાર, કાવ્ય, યોગ, અધ્યાત્મ, કથા, ભક્તિ, સિદ્ધાંત જેવા વ્યાપક ક્ષેત્ર ધરાવતા વિષયોનું ખેડાણ પણ પોતાના સાહિત્યમાં કર્યું છે. અનેક વિષયોની ચર્ચાને આવરી લેતા તેમના સાહિત્યમાં અદ્ભુત સમન્વયશક્તિ, અપૂર્વ કવિત્વશક્તિ, વચનચાતુરી, નિર્ભયતાથી મત રજૂ કરવાની સજ્જતા, પદલાલિત્ય, અલંકારનિરૂપણ, અર્થગૌરવ, રસપોષણ, તર્કશક્તિ વગેરેનાં દર્શન થાય છે.
ઉપાધ્યાયજીની સાહિત્યકૃતિઓ ત્રણ-ચાર ભાષાઓમાં રચાયેલી જોવા મળે છે. તેમનું વિભોગ્ય સાહિત્ય સંસ્કૃત અને પ્રાકૃત ભાષામાં રજૂ થયેલ છે, જ્યારે લોકભોગ્ય સાહિત્ય ગુજરાતી અને થોડીક મારવાડી છાંટવાળી હિંદી ભાષામાં રચાયું છે. તે સમયે મુદ્રણકળાની શોધ થઈ ન હોવાથી સાહિત્યરચના, સાહિત્ય-સંવર્ધન તથા સાહિત્યની સાચવણીનું કાર્ય હસ્તલિખિત પ્રતો દ્વારા થતું હતું. ઉપાધ્યાયજીના સાહિત્યની તેમના સ્વહસ્તાક્ષરમાં લખાયેલ કેટલીક મૂળ પ્રતો પણ અત્યારે આપણને પ્રાપ્ત થાય છે એ આનંદનો વિષય છે. અન્ય વિદ્વાનોની કૃતિઓની તેમણે પોતાના કામ માટે કરેલ નકલો પણ આપણને હસ્તલિખિત પ્રતના સ્વરૂપમાં પ્રાપ્ત થાય છે. વિ. સં. ૧૭૧૦માં પાટણમાં તેમને “નયચક્ર' નામે અલભ્ય ગ્રંથ પ્રાપ્ત થતાં લગભગ ૧૫,૦૦૦ શ્લોકપ્રમાણ આ ગ્રંથની નકલ સાત મુનિઓએ ભેગા થઈને માત્ર પંદર જ દિવસમાં કરી એ ઘટનાની સાક્ષીરૂપ હસ્તપ્રત આજે પણ “લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર” (અમદાવાદ)માં સચવાયેલ છે.
ઉપાધ્યાયજીએ રચેલ ગ્રંથોમાંથી અમુક ગ્રંથો તેમણે પોતે સ્વતંત્ર રીતે, મૌલિકપણે રચેલ છે, તો અમુક ગ્રંથો ટીકાગ્રંથો સ્વરૂપે લખેલ છે. તેમના વિશાળ સાહિત્યમાં પરપક્ષનું ખંડન, સ્વપક્ષનું ખંડન અને વિવિધ મતોનો સમન્વય – એમ ત્રિવિધ પ્રયત્ન થયો હોય તેવી કૃતિઓ જોવા મળે છે. કર્કશ લાગતા તર્કસિદ્ધાંતસભર સાહિત્યથી માંડીને ભક્તિરસનીતરતા સ્તવન-સક્ઝાય જેવા વિશાળ ભક્તિસાહિત્યની રચના તેમણે કરી છે. પોતાની જિંદગીની પૂર્વાવસ્થામાં વાણી વાચક જસ તણી, કોઈ નયે ન અધૂરી રે' એમ કહેતા ઉપાધ્યાયજીના સાહિત્યમાં ઉપલક રીતે શુષ્ક લાગતી છતાં વાસ્તવમાં ઉચ્ચ પ્રકારની ન્યાય, નબન્યાયને લગતી સિદ્ધાંત અને તર્કની વિકલ્મોગ્ય ચર્ચા જ મુખ્ય છે, તો મોટે ભાગે ઉત્તરાવસ્થામાં રચાયેલ સાહિત્યમાં અધ્યાત્મ અને ભક્તિ તરફનો ઝોક વધુ જોવા મળે છે. તેમના સઘળા સાહિત્યને રચનાસંવત પ્રમાણે ઐતિહાસિક ક્રમમાં મૂકીને તપાસીએ તો તેમના વિચારની ક્રમિક પ્રગતિની દૃષ્ટિએ આપણે
જ્ઞાનસારનું તત્ત્વદર્શન
24
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org