Book Title: Gyansaranu Tattvadarshan
Author(s): Yashovijay Upadhyay, Malti K Shah
Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
View full book text
________________
જૈન હતા તેથી જૈન શાસ્ત્રનું ઊંડું જ્ઞાન તો તેમને માટે સહજ હતું, પરંતુ ઉપનિષદ, દર્શન આદિ વૈદિક ગ્રંથોનું તથા બૌદ્ધ ગ્રંથોનું આટલું વાસ્તવિક પરિપૂર્ણ અને સ્પષ્ટ જ્ઞાન તેમની અપૂર્વ પ્રતિભા અને કાશીસેવનનું જ પરિણામ
છે. ૩૪
શ્રી આનંદશંકર ધ્રુવ પણ જણાવે છે : “એમના ગ્રંથોમાં બ્રાહ્મણશાસ્ત્રોનો અભ્યાસ પુષ્કળ પ્રતીત થાય છે.૧ ઉપાધ્યાયજીનું સાહિત્ય
ક્ષર દેહથી આયુષ્ય પૂર્ણ કરનાર ઉપાધ્યાયજીનો અક્ષરદેહ તો ત્રણ-ત્રણ શતાબ્દી વહી જવા છતાં અમર જ છે. પ્રતિભાવાન સંત પુરુષો પોતે રચેલ સત્ત્વશીલ સાહિત્યથી સદાય સુગંધ પ્રસરાવતા રહે છે. ઉપાધ્યાયજી તો નિશ્ચંત વિચારસરણી ધરાવતા હતા, એટલે તેઓએ પોતાને સત્યની, સત્ત્વની જે કાંઈ અનુભૂતિ થઈ તેને બિલકુલ ભ્રાંતિ વગર, સ્પષ્ટ શબ્દોમાં, સચોટ રીતે અને તાટય્યદૃષ્ટિથી રજૂ કરવાનો પ્રયત્ન પોતાના સાહિત્યમાં કર્યો છે, એટલે તેમના સાહિત્યનું મૂલ્ય સવિશેષ ગણાય છે. આ જ રીતે નિર્દભ આચારપ્રણાલી એ તેમના વ્યક્તિત્વનું બીજું અગત્યનું પાસું હતું. પોતાના સાધુજીવનમાં પોતાને જ્યારે જે સારું લાગ્યું તેને નીડરતાપૂર્વક રજૂ કરવામાં તેઓ ક્યાંય અચકાયા નથી. સત્યને માટે ગમે તે કષ્ટ સહન કરવું પડે તે સહન કરીને પણ સત્ય વાત તેઓ દંભ વગર રજૂ કરતા એ દૃષ્ટિએ પણ તેમનું સાહિત્ય વિશેષ મહત્ત્વ ધરાવે છે.
તેમણે રચેલ સાહિત્યમાંથી કેટલી કૃતિઓ કાળની ગર્તામાં નાશ પામી હશે તે તો ખબર નથી, પણ જે કંઈ કૃતિઓ પૂર્ણ કે અપૂર્ણ સ્વરૂપે બચી જવા પામી છે તેનો પણ પૂરેપૂરો અભ્યાસ વિદ્વાનો કરી શક્યા નથી. ખરેખર તો આ વીસમી સદીના બીજા-ત્રીજા દાયકા પછી તેમની કૃતિઓનો સવિશેષ અભ્યાસ થવા માંડ્યો, બાકી તે પહેલાનાં બસો-અઢીસો વર્ષ દરમ્યાન તો તેમનું સાહિત્ય લગભગ વણસ્પર્ફે જ રહી ગયું હતું.
ઉપાધ્યાય શ્રી યશોવિજયજીએ રચેલ સાહિત્યમાં ક્યા ક્યા વિષયો આવરી લેવાયા છે તેનો વિચાર કરીએ તો તેમાં ઘણાં વિષયો સમાઈ જતાં જણાય છે. નય, નિક્ષેપ, સપ્તભંગી, પ્રમાણ, આગમ સાહિત્ય વગેરે જૈન દર્શન સાથે સંબંધિત વિષયોની વ્યાપક છણાવટ તો તેમણે કરી જ છે; સાથેસાથે પ્રાચીન તથા નબન્યાય,
યશોવિજયજી : જીવન અને વાડ્મય
23
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org