Book Title: Gyansaranu Tattvadarshan
Author(s): Yashovijay Upadhyay, Malti K Shah
Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
View full book text
________________
કાળધર્મ અને શિષ્યો
તેમના જીવનની આ સિવાયની અન્ય કોઈ નોંધપાત્ર વિગતો આપણને મળતી નથી. તેમના કાળધર્મ (અવસાન) અંગે પણ ચોક્કસ સમયદર્શક નોંધ ક્યાંયથી મળતી નથી. “સુજસવેલી'માં જણાવ્યા પ્રમાણે વિ. સં. ૧૭૪૩ના ચોમાસો દરમ્યાન અનશન તપ કરીને ડભોઈ મુકામે તેઓ કાળધર્મ પામ્યા. આ બનાવના ચોક્કસ તિથિ, મહિનો વગેરે પણ “સુજસવેલીમાં નોંધાયાં નથી એ એક કમનસીબ હકીકત જ માનવી રહી.૩૦
ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજના શિષ્યોમાં ગુણવિજય, તત્ત્વવિજય, માનવિજય, લક્ષ્મીવિજય, હેમવિજય વગેરે નામો અધિકૃત ગણી શકાય તેમ
છે. ૩૧
વિદ્વાનોના ઉદ્ગારો
કેટલાક મૂર્ધન્ય વિદ્વાનોના માર્મિક ઉદ્ગારો ઉપાધ્યાયજી મહારાજની પ્રતિભાને સમજવા માટે અત્યંત ઉપયોગી બની રહે છે.
ઉપાધ્યાય શ્રી યશોવિજયજીના સમકાલીનોમાં જેમનો ઉલ્લેખ કર્યો છે તે પ્રખર વિદ્વાન મહોપાધ્યાય શ્રી માનવિજયજી મહારાજે વિ.સં. ૧૭૩૧માં રચેલ પોતાની કૃતિ “ધર્મસંગ્રહ'માં તેમને નીચે પ્રમાણે માનભેર યાદ કર્યા છે :
જે મહાપુરુષ સત્ય તર્કથી ઉત્પન્ન થયેલી તીક્ષ્ણ બુદ્ધિ વડે સમગ્ર દર્શનોમાં અગ્રેસરપણું પામ્યા છે, તપાગચ્છમાં મુખ્ય છે, કાશીમાં અન્યદર્શનીઓની સભાઓને જીતીને શ્રેષ્ઠ જૈન મતના પ્રભાવને જેમણે વિસ્તાર્યો છે અને જેઓએ તર્ક, પ્રમાણ અને નયાદિકના વિવેચન વડે પ્રાચીન મુનિઓનું શ્રુતકેવલીપણું આ કાળમાં પ્રગટ બતાવી આપ્યું છે અને જેઓએ આ ગ્રંથનું પરિશોધન કરવા વડે કરીને મારા પર ઉપકાર કર્યો છે તે શ્રી યશોવિજયોપાધ્યાય વાચક સમૂહમાં મુખ્ય
છે.
શ્રી યશોવિજયજીના સમકાલીન વિદ્વાનના આ ઉદ્ગારોનું ઐતિહાસિક મહત્ત્વ સવિશેષ છે.
ડો. ભગવાનદાસ એમ. મહેતા ઉપાધ્યાયજીની બહુમુખી પ્રતિભાનો ચિતાર આ રીતે આપે છે : આ મહાત્મા પ્રતિભામાં જાણે સિદ્ધસેન દિવાકરના પુનરવતાર હોય,
યશોવિજયજી : જીવન અને વાડ્મય
21
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org