Book Title: Gyansaranu Tattvadarshan
Author(s): Yashovijay Upadhyay, Malti K Shah
Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
View full book text
________________
કર્યું હતું. “પંડિત સુખલાલજી જણાવે છે તેમ જૈન સંપ્રદાયમાં યશોવિજયજીનું સ્થાન વૈદિક સંપ્રદાયમાંના શંકરાચાર્ય જેવું છે. તેમને મળેલ પદવીઓ
આવા પ્રખર જૈન સાધુ, કે જેઓ જૈન તેમ જ જૈનતર સમાજમાં ખૂબ આદરભર્યું સ્થાન પામ્યા હતા અને જેમણે જૈન ધર્મના સત્ત્વનું યોગ્ય રીતે પ્રસ્થાપિત કરવાનો પ્રયત્ન કર્યો હતો તેમને “ઉપાધ્યાય' પદવી આપવી જ જોઈએ એવી રજૂઆત તે વખતના શ્રીસંઘે ત્યારના ગચ્છનાયક શ્રી વિજયદેવસૂરિ સમક્ષ કરી. તે દરમ્યાન શ્રી યશોવિજયજીએ વીસસ્થાનક તપ શરૂ કર્યું. વિ. સં. ૧૭૧૮માં શ્રી વિજયદેવસૂરિની આજ્ઞાથી તેમના શિષ્ય આચાર્ય વિજયપ્રભસૂરિ મહારાજે અત્યંત આનંદથી, પોતાના દીક્ષાપર્યાયના લગભગ ત્રીસમા વર્ષમાં પ્રવેશેલ શ્રી યશોવિજયજીને “ઉપાધ્યાય' પદવી આપી. ખેદની વાત એ છે કે આ શુભ પ્રસંગના ચોક્કસ વાર-તિથિની નોંધ “સુજસવેલી'માં થઈ નથી. - શ્રી યશોવિજયજીને મળેલ આ “ઉપાધ્યાયપદની ખૂબી એ છે કે આ પદ તેમના માટે વિશેષણ ન રહેતાં વિશેષ્ય કે વિશેષ નામ બની ગયું. જૈન સાધુઓમાં ઉપાધ્યાય પદવી તો અનેકને મળી, પણ આજપર્યત “ઉપાધ્યાયજી” તરીકે તો ઓળખાયા તે એક જ, અને તે આપણા આ શ્રી યશોવિજયજી મહારાજ. ઉપાધ્યાયજીનો ઉલ્લેખ જ્યાં પણ થાય ત્યાં તેનો અર્થ “ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ' થાય છે અને શ્રી યશોવિજયજીએ પોતે પણ પોતાની અનેક કૃતિઓમાં કર્તા તરીકે પોતાનો ઉલ્લેખ “વાચક જસ' તરીકે કર્યો છે. અહીં “વાચક' એટલે ઉપાધ્યાય' એ અર્થ થાય છે.
કાશીમાં તેમને “ન્યાયવિશારદ' અને “ન્યાયાચાર્ય'ની પદવી મળી હતી, હવે સંઘ દ્વારા તેમને “ઉપાધ્યાય (કે “વાચક')ની પદવી પણ મળી. આમ તેઓ ન્યાયવિશારદ ન્યાયાચાર્ય મહોપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજી મહારાજ'ના નામે અને ટૂંકમાં “ઉપાધ્યાયજી”ના હુલામણા નામે ખૂબ પ્રસિદ્ધિ પામ્યા. આ સિવાય તેઓ “કૂર્ચાલશારદ' (એટલે કે દાઢી-મૂછવાળા સરસ્વતી) તરીકેનું બિરુદ પણ પામ્યા, તો કેટલાક વિદ્વાનોએ તેમને “કલિકાલ શ્રુતકેવલી' (એટલે કે સર્વજ્ઞ ન હોવા છતાં પણ સર્વજ્ઞના જેવી જ પદાર્થની વ્યાખ્યા કહેનાર) તરીકે નવાજ્યા. ક્યારેક તેઓને “લઘુ હરિભદ્ર” તરીકે પણ (જુઓ : આ જ પ્રકરણની ટિપ્પણ નં. ૨ ગ) ઓળખાવવામાં આવે છે.
- જ્ઞાનસારનું તત્ત્વદર્શન
20
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org