Book Title: Gyansaranu Tattvadarshan
Author(s): Yashovijay Upadhyay, Malti K Shah
Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
View full book text
________________
સુજસવેલી'માં નોંધ્યા પ્રમાણે બાળમુનિ શ્રી યશોવિજયજીએ અમદાવાદના સંઘ સમક્ષ વિ. સં. ૧૯૯૯માં આઠ અવધાન ક્ય, ત્યારે ત્યાંના ઓસવાલ વંશના અગ્રેસર શાહ ધનજી સુરા હાજર હતા. તેઓએ પોતાની દીર્ઘદૃષ્ટિથી યશોવિજયજીની શક્તિઓનો ક્યાસ કાઢીને સંઘ સમક્ષ પ્રસ્તાવ મૂક્યો કે, “આ મુનિ તો બીજા હેમચંદ્રાચાર્ય થાય તેમ છે. જો કાશી જઈને તેઓ છ દર્શનોનો અભ્યાસ કરે તો તેઓ જૈન ધર્મને ઉજાળી શકશે.” ત્યારે ગુરુએ જણાવ્યું કે, “બ્રાહ્મણો ધન વિના જ્ઞાન ન આપે, એટલે આ માટે ધનની જરૂર પડે.” ત્યારે ધનજી સુરાએ બે હજાર રૂપાનાણાંના દીનાર (એક દીનારના અઢી રૂપિયા) અને તે ઉપરાંત જરૂર પડે તો પંડિતને વધારે ધન આપવાની તૈયારી બતાવી. આ વ્યવસ્થાથી પ્રેરાઈને ઉત્સાહી ગુરુ શ્રી નયવિજયજીએ પોતાના શિષ્ય સાથે કાશી પ્રયાણ કર્યું. પંડિત સુખલાલજી નોંધે છે તેમ એક જૈન સાધુનું કાશીગમન એ તે જમાનાની એક અદ્વિતીય અને પૂ. યશોવિજયજીના જીવનની ખૂબ મહત્ત્વની ઘટના હતી. કાશી અને આગ્રાનો અભ્યાસ
ધનજી સુરાનાં વચનો સાંભળીને ગુરુ નયવિજયજીએ શિષ્ય યશોવિજયજી સાથે કાશીનો માર્ગ લીધો, એમ “સુજસવેલીમાં દર્શાવ્યું છે. તેઓ વિ. સં. ૧૯૯૯માં જ કાશી ગયા કે અવધાનની ઘટના પછી બે-ચાર વર્ષે ગયા તેનો સ્પષ્ટ ઉલ્લેખ “સુજસવેલી'માં નથી. યશોવિજયજીની કૃતિ “લઘુસ્યાદ્વાદરહસ્ય'ની રચના વિ. સં. ૧૭૦૧માં કપડવંજ પાસેના આંતરોલી ગામે થયાનો ઉલ્લેખ આપણને મળે છે. આ રચનાવર્ષ સારું હોય તો એનો અર્થ એ થાય કે વિ. સં. ૧૭૦૧ સુધી તેમને કાશી જવાનું શક્ય બન્યું નથી. શક્ય છે કે વિ. સં. ૧૭૦૧ અથવા તે પછી તરત ગુરુ-શિષ્ય કાશી જવા રવાના થયા હોય. ચોક્કસ કઈ સાલમાં તેઓ કાશી ગયા એ બાબત અત્યારે એકદમ સ્પષ્ટ નથી, છતાં વિ. સં. ૧૯૯૯ કે તે પછી બે-ત્રણ વર્ષમાં તેઓ કાશી ગયા એ હકીકત સ્વીકાર્ય બને
છે. ૧૮
તે પોતાના શિષ્ય યશોવિજયજીના અભ્યાસ માટે ગુરુ નિયવિજયજીએ તે જમાનામાં ખૂબ કષ્ટદાયક એવો કાશીગમનનો માર્ગ લીધો. કાશીમાં ત્રણ વર્ષ અને તે પછી બાકીનો અભ્યાસ પૂરો કરવા તેઓ બંનેએ આગ્રામાં ચાર વર્ષ પસાર કર્યા.કાશમાં વિદ્વાન ભટ્ટાચાર્ય પાસે રહીને તેઓએ ન્યાય, સુગત (બોદ્ધમત), જૈમિનિ (પૂર્વમીમાંસા), વૈશેષિક, “ચિંતામણિ એટલે ગંગેશ ઉપાધ્યાયનો
યશોવિજયજી : જીવન અને વામય
_17
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org