Book Title: Gyansaranu Tattvadarshan
Author(s): Yashovijay Upadhyay, Malti K Shah
Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
View full book text
________________
બાળ જસવંતનાં માતા ખૂબ ધર્મપરાયણ હતાં. માતાની સાથે બાળ જસવંત પણ ધાર્મિક ક્રિયાઓમાં ઘણીવાર હાજર રહેતા. તેમના પિતા વિષે ક્યાંય ખાસ હકીકત નોંધાયેલ નથી, તેથી અનુમાન થાય કે કદાચ બાળ જસવંતને નાનપણમાં જ પિતાનો વિયોગ થયો હોય.11
સુજસવેલી'માં ન નોંધાયેલ પણ અન્યત્ર ઘણી જગ્યાએ નોંધાયેલ એક પ્રસંગનો ઉલ્લેખ કરવો જરૂરી છે, કારણ કે કંઈક અંશે તે દંતકથા સમાન જ જણાય છે. બાળ જસવંતનાં માતા સોભાગદેને “ભક્તામર સ્તોત્ર' સાંભળ્યા પછી જ અન્ન લેવાનો નિયમ હતો. એક વખત સતત ત્રણ દિવસ વરસાદ પડવાથી ગુરુ પાસે જઈને માતા “ભક્તામર' સાંભળી ન શક્યાં ત્યારે માતાને અન્નનો ત્યાગ કરવો પડ્યો. આની જાણ થતાં ત્યારના આઠેક વર્ષની ઉંમરના બાળ જસવંતે માતાને કડકડાટ “ભક્તામર' સંભળાવ્યું; આ વાત આખા ગામમાં પ્રસરીને ગુરુ પાસે પહોંચી ગઈ. આ પ્રસંગને ક્યાંયથી સમર્થન મળતું નથી, તેથી લાગે છે કે યશોવિજયજી બાળપણમાં જ પ્રતિભાવાન હતા તે દર્શાવવા આ પ્રસંગ રજૂ થયો
હોય.૧૨
આ “ભક્તામર-સ્તોત્ર'વાળો પ્રસંગ તો સત્ય હોય કે ન હોય, પણ એ વાત તો સત્ય છે કે કુણગેરમાં ચોમાસુ રહેલ ગુરુ નયવિજય? જ્યારે કનોડામાં આવ્યા ત્યારે તેમને આ પ્રતિભાવાન બાળકનો પરિચય થયો અને તેમની પાસે વિ. સ. ૧૯૮૮માં બાળ જસવંતે દીક્ષા લઈ “યશોવિજય” એવું નામ ધારણ કર્યું. તેમના નાના ભાઈ પદ્ધસિંહે પણ તેમની સાથે જ દીક્ષા લઈને ‘પદ્મવિજય' નામ ધારણ કર્યું.૧૫
બાળમુનિ શ્રી યશોવિજયજીની વડી દીક્ષા પણ વિ. સં. ૧૯૮૮માં પૂ. આ. વિજયદેવસૂરિના હસ્તે થયાની નોંધ પછી “સુજસવેલી'માં સં. ૧૯૯૯ની સાલમાં તેમણે અમદાવાદના સંઘ સમક્ષ આઠ અવધાન કર્યાની હકીકત નોંધાયેલ છે. પણ વચગાળાનાં વર્ષોમાં તેઓએ પોતાના ગુરુ નયવિજયજી પાસે સામાયિક વગેરેનો અભ્યાસ કર્યો, અને સાકરમાં મીઠાશની જેમ શ્રુતજ્ઞાન-શાસ્ત્રજ્ઞાન તેમનામાં પ્રસરી ગયું તેમ “સુજસવેલી'માં જણાવ્યું છે. “ઉપદેશરહસ્યપ્રકરણ”, “ઐન્દ્રસ્તુતિચતુર્વિશતિકા' વગેરેમાં જણાવ્યા પ્રમાણે તેઓએ પોતાના ગુરુ નયવિજયજીના ગુરુભ્રાતા જિતવિજયજી પાસે વ્યાકરણ, કાવ્ય, અલંકાર, તર્ક, ન્યાય વગેરેનો અભ્યાસ પણ કર્યો હતો.
જ્ઞાનસારનું તત્ત્વદર્શન
16
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org