Book Title: Gyansaranu Tattvadarshan
Author(s): Yashovijay Upadhyay, Malti K Shah
Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
View full book text
________________
જૈન ધર્મના સત્ત્વને પ્રસ્થાપિત કરવાના પુરુષાર્થ દરમ્યાન થયો હતો. તેઓએ પોતે પોતાની કૃતિઓમાં ક્યાંક ક્યાંક ખેદસહિત આનું નિરૂપણ કરેલ છે. વ્યક્તિગત જીવનમાં પણ તેમણે આ વિકટતાનો સામનો ખૂબ હિંમતપૂર્વક અને તટસ્થતાપૂર્વક કરેલ હતો. શ્રી હરિભદ્રસૂરિની જેમ તેઓએ પણ જે રીતે જૈન શાસનનો બચાવ કર્યો તેથી પ્રેરિત થઈને જ કદાચ તેમને ‘લઘુહરિભદ્ર'નું બિરુદ પણ આપવામાં આવ્યું હશે. સમકાલીનો
શ્રી યશોવિજયજી ઉપર પ્રત્યક્ષ યા પરોક્ષ અસર પાડનાર તેમના મુખ્ય સમકાલીન વિદ્વાનોમાં સમર્થ યોગી અને અવધૂત શ્રી આનંદઘનજી મહારાજ નોંધપાત્ર હતા. આ બંને સમર્થ પ્રતિભાઓનું અદભુત મિલન થયું હતું એમ મનાય છે. શ્રી યશોવિજયજીએ આનંદઘનજી માટે રચેલાં આઠ પદો—જે “અષ્ટપદી” તરીકે ઓળખાય છે – આ મિલનના સબળ પુરાવારૂપ ગણી શકાય તેમ છે. શ્રી યશોવિજયજીના સાહિત્યમાં જે અધ્યાત્મનો રંગ જોવા મળે છે તે માટે તેમની પોતાની પ્રતિભા તો કારણભૂત છે જ; સાથે સાથે યોગી શ્રી આનંદઘનજી સાથેના તેમના આ સંભવિત મિલનની તેમના ઉપર પડેલી ગાઢ અસર નિમિત્ત કારણ તરીકે સ્વીકારી શકાય તેમ છે.
શ્રી યશોવિજયજીના અન્ય સમકાલીન જૈન વિદ્વાનોમાં ઉપાધ્યાય વિનયવિજયજી, પંડિત સત્યવિજયગણિ, ઉપાધ્યાય માનવિજયજી વગેરેનાં નામો ઉલ્લેખનીય છે. ઉપાધ્યાય વિનયવિજયજી સાથે તેમને ખૂબ સારો સ્નેહસંબંધ હતો. તેમણે શરૂ કરેલો પણ પછી અધૂરો રહેલો “શ્રીપાલ રાજાનો રાસ” શ્રી યશોવિજયજીએ પરગજુ વૃત્તિથી પૂરો કરેલો – તે હકીકત નોંધપાત્ર છે. પંડિત સત્યવિજયગણિએ યતિઓમાં ચાલતા શિથિલાચારને દૂર કરવા માટે જે ક્રિયોદ્ધાર કરેલો તેને શ્રી યશોવિજયજી મહારાજે નિર્ભયતાથી ટેકો આપેલો એમ નોંધાયું છે. ઉપાધ્યાય માનવિજયજીએ પોતાની વિ. સં. ૧૭૩૧માં રચાયેલ કૃતિ ધર્મસંગ્રહ'માં શ્રી યશોવિજયજીને ખૂબ ભાવપૂર્વક યાદ કર્યા છે. આ “ધર્મસંગ્રહની શુદ્ધિ શ્રી યશોવિજયજીએ કરી આપ્યાની નોંધ પણ શ્રી માનવિજયજીએ કરી છે. શ્રી યશોવિજયજીના જીવન અંગેની પ્રાપ્ત વિગતો
મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં તે સમયના જૈનેતર કવિઓની સરખામણીમાં જૈન કવિઓની વિગતો થોડીક વધારે પ્રાપ્ત થાય છે. ઘણા જૈન
જ્ઞાનસારનું તત્ત્વદર્શન
14
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org