Book Title: Gyansaranu Tattvadarshan
Author(s): Yashovijay Upadhyay, Malti K Shah
Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
View full book text
________________
ગઈ. તેમની આ શૈલીની જે કૃતિઓ આપણને મળે છે તેનો પૂરેપૂરાં અભ્યાસ પણ વિદ્વાનો આજપર્યંત કરી શક્યા નથી. તેમનું આ એક જ કાર્ય તેમને અમર બનાવવા માટે પૂરતું છે અને તે માટે તેઓશ્રીને જૈન તર્કના ગંગેશોપાધ્યાય’ કહી શકાય તેમ છે.
ભારતીય દર્શનશાસ્ત્રોના આ ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં ઉપાધ્યાય યશોવિજયજીની પ્રતિભાને મૂલવવી જોઈએ. તે માટે તેમના જીવનની નોંધપાત્ર ઘટના તથા તેમના દાર્શનિક સાહિત્યનો પ્રારંભિક પરિચય મેળવવો એ પ્રથમ સોપાન છે. આ સમગ્ર પરિપ્રેક્ષ્યમાં તેમની કૃતિ ‘જ્ઞાનસાર-અષ્ટક'ને આપણે વધારે સારી રીતે સમજી શકીએ અને માણી શકીએ.
ટિપ્પણ
૧. જૈન ધર્મમાં ભૂતકાળ (અતીત), વર્તમાનકાળ અને ભવિષ્યકાળ (અનાગત) - એ દરેક કાળના ચોવીસ ચોવીસ તીર્થંકરોનાં નામ અપાયેલ છે. તેમાંથી વર્તમાનકાળના તીર્થંકરો તરીકે સ્વીકૃતિ પામેલ ચોવીસ મહાપુરુષોનાં નામનો ઉલ્લેખ જૈન ધર્મના મહત્ત્વના ગણી શકાય તેવા અને ગણધરો દ્વારા રચાયેલા મનાતા એક ધાર્મિક સૂત્ર ‘લોગસ્સસૂત્ર’માં કરવામાં આવેલ છે.
જેમ કે,
(ક)
૨.
વિષ્ણુપુરાણ’માં જણાવ્યું છે, “ભરત ઋષભનો પુત્ર હતો. સો પુત્રોમાં એ સૌથી મોટો હતો. એના નામ પરથી આ ભૂમિ ‘ભારત’ નામે ઓળખાય છે.'
(ખ) ભાગવતપુરાણ’ના સ્કંધ પાંચના અધ્યાય પાંચમામાં જણાવ્યું છે, “ભગવાન ઋષભ, જેઓ ધર્મમાં પારંગત હતા અને ભક્તિ તેમ જ શમનાં ચિહ્નોથી સાવૃત્તિ તરફ ઢળેલા હતા, તેમણે પૃથ્વી પર રાજ્ય કરવા પોતાના પુત્ર ભરતનો સિંહાસન પર રાજ્યાભિષેક કર્યો અને પોતે જગતમાંથી સંન્યસ્ત લીધું.”
(ગ) ‘ઋગ્વેદ’માં ૨.૩૩.૧૦ અને ૧.૬.૧૩ એમ બે જગ્યાએ અરિષ્ટનેમિનો ઉલ્લેખ છે.
(૫) ‘યજુર્વેદ’માં અધ્યાય ૨૫, શ્રુતિ ૧૬માં ઋષભ, સુપાર્શ્વ અને નેમિનાથનો ઉલ્લેખ છે.
Jain Education International
જૈન દર્શન : પરંપરા અને વિકાસ
9
For Private & Personal Use Only
www.jainelibrary.org