Book Title: Gyansaranu Tattvadarshan
Author(s): Yashovijay Upadhyay, Malti K Shah
Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
View full book text
________________
પ્રતિભાવાન દાર્શનિક વારસો
ભારતીય તત્ત્વજ્ઞાનમાં ન્યાય, વૈશેષિક, સાંખ્ય, યોગ, પૂર્વમીમાંસા અને ઉત્તરમીમાંસા કે વેદાંત - આ છ દર્શનો ઉપરાંત બૌદ્ધ, જૈન અને કંઈક અંશે ચાર્વાક – આ બધી દર્શન-પરંપરાઓના સ્થાપકો સદીઓ પહેલાં થઈ ગયા, અને તે દરેકના વિદ્વાન અનુયાયીઓએ યુગે યુગે છે તે દર્શનના વિચારપ્રવાહોને વિકસાવવાની તથા ખંડનમંડનની પ્રક્રિયા દરમ્યાન પોતાના દર્શનને ટકાવી રાખવાની જે મહેનત કરી છે તે ખાસ નોંધપાત્ર છે. આ મહેનતના પરિપાકરૂપે આપણને વિશેષ કરીને સંસ્કૃત ભાષામાં, અને જે તે પ્રદેશની અદ્યતન પ્રાદેશિક ભાષાઓમાં પણ ખૂબ બહોળા પ્રમાણમાં દાર્શનિક સાહિત્ય પ્રાપ્ત થાય છે. મૂળ સૂત્રાત્મક ગ્રંથો, તેમના વિવરણરૂપ ટીકાગ્રંથો, ભાષ્યો આદિનું દીર્ઘ સાહિત્ય તથા મૌલિક પ્રકરણ-ગ્રંથોનો વિશાળ ભંડાર હસ્તલિખિત સ્વરૂપમાં અને હવે તો મુદ્રિત સ્વરૂપમાં પણ પ્રાપ્ય છે, જે આપણા પ્રતિભાવાન દાર્શનિક વારસાથી આપણને માહિતગાર કરે છે. જેને દર્શન
જૈન દર્શનનો વિચારપ્રવાહ પણ સદીઓથી ભારતમાં ચાલ્યો આવે છે. આ દર્શનના વિચારોને આચારમાં મૂકવાના પરિણામે સ્થપાયેલ જૈન ધર્મ પણ એટલો જ જૂનો છે. સમયે સમયે જૈન દર્શનના વિચારોને ટકાવી રાખવા માટે, વિકસાવવા માટે અનેક મહાપુરુષોએ પોતાનો ફાળો આપ્યો છે, જે અમૂલ્ય છે. જૈન ધર્મના અનુયાયીઓ “તીર્થ” અને “તીર્થકરને પોતાના જીવનમાં અગત્યનું સ્થાન આપે છે. “જે તારે તે તીર્થ” અને આ રીતે “સંસારરૂપી સમુદ્રમાંથી જેમનું જીવન આપણને તારવાને સમર્થ છે તે તીર્થકર' એવો “તીર્થ' અને “તીર્થકર' શબ્દનો અર્થ થાય છે. જૈનો (એટલે કે જૈન ધર્મના અનુયાયીઓ) વર્તમાનકાળના ચોવીસ તીર્થકરોને “ભગવાન” ગણીને ભાવથી આરાધે છે. પ્રથમ તીર્થકર શ્રી ઋષભદેવથી માંડીને ચોવીસમા તીર્થંકર શ્રી મહાવીરસ્વામીએ પોતપોતાના સમય દરમ્યાન તત્કાલીન સમાજમાં, ક્યારેક તો પ્રતિકૂળ વાતાવરણમાં પણ, જૈન ધર્મના અહિંસાના વિચારને ફેલાવવાનું કાર્ય કર્યું છે. બ્રાહ્મણ-પરંપરા અને શ્રમણ-પરંપરા
દાર્શનિક અને સાંસ્કૃતિક દૃષ્ટિએ જોઈએ તો ભારતીય સંસ્કૃતિમાં બ્રાહ્મણપરંપરા અને શ્રમણ-પરંપરા સદીઓથી એકબીજાને સમાંતર ચાલી આવે છે.
જ્ઞાનસારનું તત્ત્વદર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org