________________
૧૯
જ્ઞાનરત્નનાં અજવાળાં (જ્ઞાનપંચમી-૧) શરૂઆતનાં વર્ષોમાં તો એવો અભિગ્રહ ધાર્યો હતો કે રોજ ૫૦૦
શ્લોક પ્રમાણ શાસ્ત્રવાચન કરવું જ કરવું. ક્યારેક તો દિવસભર શાસ્ત્ર સ્વાધ્યાય ચાલુ રહેતો. વળી તેઓશ્રીએ શાસ્ત્ર-સ્વાધ્યાય-સંપાદનસંશોધન વાચનાની સાથે સંઘપરંપરાપ્રાપ્ત કાર્યો, પ્રવચન, ઉપધાન, છ'રી પાલિત સંઘમાં નિશ્રા પ્રદાન કરવા પૂર્વકનાં કાર્યો, સિદ્ધચક્ર માસિક ચલાવવા વગેરે કામો પણ કુશળતાપૂર્વક સફળ રીતે કર્યા. ગ્રન્થોની પ્રસ્તાવનાઓ લખી નવા ગ્રન્થો પણ રચ્યા. એક યશસ્વી નોંધપાત્ર કાર્ય શ્રુતજ્ઞાનના ક્ષેત્રે તેઓનું ગણાય છે.
પછી તુર્ત જેમનું કાર્ય યાદ આવે છે તે પ્રવર્તક કાંતિવિજયજી મહારાજ, તેમના શિષ્ય મુનિરાજ શ્રી ચતુરવિજયજી મહારાજ અને તેમના શિષ્ય આગમપ્રભાકર પુણ્યવિજયજી મહારાજની જ્ઞાનોપાસના ખૂબ જ પ્રેરણાદાયક હતી. આમ ગુરુ, શિષ્ય અને શિષ્ય આવી ત્રણે પેઢી એક જ કાર્યક્ષેત્રને જીવનનું કાર્યક્ષેત્ર બનાવે તે ઘટના વર્તમાન કાળમાં વિરલ અને વિશિષ્ટ ગણવી જ પડે. તેઓના એ કાર્યનું વર્ણન વિર્ય શ્રી ભોગીલાલ સાંડેસરાએ કર્યું ' છે. તેને જ જોઈએ. તેના દ્વારા તેઓ પાસે આખો દિવસ શ્રુતરક્ષા, શ્રુતદાન અને શ્રુતસેવન કેવું થતું હતું. તેનો આબેહૂબ ચિતાર આપણને આમાંથી મળે છે.
જૈન ઉપાશ્રયમાં ધર્મારાધનનું વાતાવરણ તો હોય જ એ કહેવાની ભાગ્યે જરૂર રહે. પણ (પાટણ) સાગરના ઉપાશ્રયમાં ઉત્કટ વિદ્યાપ્રેમ અને સતત જ્ઞાનસાધનાનું વાતાવરણ હતું. એની ઊંડી છાપ મારા બાલમાનસ ઉપર પડેલી છે. આંખોનાં નીર ઊંડાં ગયાં હોય એવી સ્થિતિમાં પણ પ્રવર્તકજી મહારાજ હસ્તપ્રતો તપાસતા હોય અને વાંચતા વાંચતા શ્લોક સંખ્યાનાં કે બીજાં અગત્યનાં સ્થાનોએ લાલ નિશાનીઓ કરતા હોય. ચતુરવિજયજી મહારાજ અને પુણ્યવિજયજી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org