________________
૧૮ :
જ્ઞાનપદ ભજીએ રે
એ જ પરંપરામાં આગળ આવતાં વર્તમાન કાળના મહાન કૃતધર પુરુષોને યાદ કરીએ અને તેઓમાં રહેલી જ્ઞાન પ્રત્યેની લગની, ભક્તિ અને પ્રગાઢ પ્રીતિ જાણી સાંભળીને અપાર બહુમાન પ્રગટાવીએ.
પૂજ્ય આત્મારામજી મહારાજના જીવનમાં શ્રુતજ્ઞાન માટે અથક ઉદ્યમ સાંભળવા મળે છે. તેઓ શ્રત પ્રત્યેની ભક્તિથી પ્રેરિત થઈને તે કાળમાં ઠેઠ જેસલમેર પધાર્યા હતા. ત્યાંના જ્ઞાનભંડારના વિશિષ્ટ - ગ્રન્થો જોવાની તીવ્ર ઈચ્છા હતી. પણ શ્રાવક સંઘ તરફથી પૂરતો સહકાર ન સાંપડ્યો અને તેઓની ઇચ્છા અધૂરી રહી ગઈ.
તેઓની તીવ્ર મેધા હતી. ૧૦૦-૨૦૦ શ્લોક કંઠસ્થ કરવા તે તેમને મન રમત વાત હતી. વિશેષાવશ્યક ભાષ્ય ઉપરની મલધારી શ્રી હેમચન્દ્રસૂરિ મહારાજ રચિત સંસ્કૃત વિવરણની વાચના શિષ્યોને આપતા હતા. એક સ્થળે આખો વિષય ન સમજાયો. તીવ્ર મંથન થયું. ગૌચરી પણ ન વાપરી. મનમાં એ પંક્તિના અર્થ માટે મથામણ કરતા જ રહ્યા. રાત્રે સ્વપ્નમાં આવીને માલધારીજીએ અર્થ કહ્યો. બે વાગ્યા લગભગની વાત હતી. તુર્ત જાગી શિષ્યોને જગાડી એ પાઠ સમજાવ્યો. આવી જ્ઞાનપ્રીતિ હતી તો તેના વડે દર્શનશુદ્ધિ પણ તેમની નિર્મળ હતી. સિદ્ધગિરિરાજ ઉપર આદીશ્વર ભગવાનના સર્વ પ્રથમવાર દર્શન કરતી વેળા જે નવ તો પાર ભથે હમ સાથ એવા સહજ ઉદ્ગારથી પ્રારંભીને જે સ્તવના કરી છે તે પણ યાદગાર રચના છે.
તેમના પછીના ક્રમમાં વિશાળ શ્રુતરાશિની નિરંતર જ્ઞાનોપાસના જેમના જીવનમાં તાણાવાણાની જેમ વણાઈ હોય તો પૂજય આનંદસાગરસૂરીશ્વરજી મહારાજનું નામ લેવું જ પડે. એકલે હાથે એક જિંદગીમાં કેવું ગંજાવર આગમોદ્ધારનું કામ કર્યું છે. મુનિજીવનનાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org