________________
જ્ઞાનપદ ભજીએ રે કરી લીધી અને તે લખેલો ગ્રંથ આજે પણ અમદાવાદના જ્ઞાનભંડારમાં વિદ્યમાન છે. આવી હજારો પોથી મુનિમહારાજે લખેલ આજે પણ મળે છે. આ વાત ગ્રંથો લખવાની થઈ. આવી જ વાત ગ્રંથો રચવાની છે. આ આપણો અસાધારણ વારસો છે. અને વૈભવ પણ છે. ઉપાધ્યાયજી મહારાજે વિ.સં. ૧૭૧૭માં ઘોઘા બંદરમાં ચોમાસામાં સમુદ્ર વહાણ સંવાદની સત્તરે ઢાળની રચના માત્ર એક દિવસમાં કરી હતી.
નાગેન્દ્રગચ્છના દેવેન્દ્રસૂરિ મહારાજે પ્રભાસપાટણમાં વિ.સં. ૧૨૬૫માં માત્ર બે મહિનામાં પાંચ હજાર ત્રણસો પચીસ શ્લોક પ્રમાણ શ્રી ચન્દ્રપ્રભસ્વામી ચરિત્ર સંસ્કૃતમાં વિવિધ છંદમાં રચ્યું છે. - જ્ઞાન સાથેની સચ્ચાઈની વાત પણ તમને જણાવવી છે. પ્રભુના સંઘમાં કેવા કેવા સાધુ પુરુષો થયા છે તે જાણીને મન અને મસ્તક ઝૂકી જાય છે.
તપાગચ્છના આ. ધર્મઘોષસૂરિ મહારાજના શિષ્ય આ. શ્રી સોમપ્રભસૂરિ મહારાજ જેઓએ કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રાચાર્ય પાસે અધ્યયન કર્યું હતું. તેમના શિષ્ય આચાર્યશ્રી સોમતિલકસૂરિ મહારાજ સંબંધી વાત છે.
વિ.સં. ૧૩૮૦ આસપાસની એક મહત્વની ઘટના છે. વાત જ્ઞાન સંબંધી છે માટે જ કહેવાનું મન થાયું છે. આ આચાર્ય શ્રી સોમતિલકસૂરિ મહારાજ પણ તપાગચ્છના છે. ઊંચા વિદ્વાન છે. તેમણે ક્ષેત્રસમાસ વગેરે ગ્રન્થો રચેલા આજે પણ મળે છે.
હવે તેમના જ સત્તાસમયમાં ખરતરગચ્છના એક આચાર્ય શ્રી જિનપ્રભસૂરિ મહારાજ, તેઓ એક પ્રભાવક પુરુષ હતા અને વિદ્વત્તા પણ ઊંચી કક્ષાની હતી. તેઓને નિયમ હતો કે રોજ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org