________________
૧૪
જ્ઞાનપદ ભજીએ રે મૂળ સૂત્ર લખાવ્યાં. તેના સીરીયલ નંબર આપ્યા છે. આચારાંગ સૂત્રના નંબર આવે તો નીચે ઝીણા અક્ષરે ક્રમશ: નંબર આવે. સૂયગડાંગસૂત્ર શરૂ થાય તો સૂ. ૧ લખ્યું હોય અને નીચે આચારાંગસૂત્રના ૭૨ નંબર હોય તો સૂયગડાંગ સૂત્રના પહેલા પાને ૭૩ નંબર હોય. આ પ્રમાણે અંગ સૂત્ર પૂર્ણ થયા પછી જેટલાં આગમની નિયુક્તિ મળે છે તે બધી નિર્યુક્તિ પણ એ જ રીતે સળંગ લખાય છે. પછી ભાષ્ય ગ્રંથ તે પણ સળંગ લખાવ્યા છે. પછી ચૂર્ણિગ્રન્થ લખાયા છે. પછી શીલાંકસૂરિ મ. રચિત વૃત્તિ ગ્રન્થ બે આગમ ઉપર બાકીનાં નવ આગમ ઉપર અભયદેવસૂરિ મહારાજ રચિત વૃત્તિ ગ્રન્થ આ રીતે ૪૫ આગમ લખાવ્યાં છે. પછી વ્યાકરણ ગ્રન્થો જેટલા ત્યારે ભણવા ભણાવવામાં પ્રચારમાં હતા તે કાત્યાયન, સારસ્વત, પાણિની, સિદ્ધહેમ વ. પછી કાવ્ય, અલંકાર, વાયગ્રન્થો. આમ ૧૦ હજાર પ્રતનો એક ભંડાર થાય તેવા ૭ ભંડાર તૈયાર કરાવીને જુદે જુદે સ્થાને મુકાવ્યા હતા. તેની વિગત આ પ્રમાણે મળે છે.
श्री मज्जेसलमेरुदुर्गनगरे जाबालापुर्यां तथा श्रीमद् देवगिरौ, तथा आहिपुरे श्रीपत्तने पत्तने । भाण्डागारमबीभरद् वरतरै नानाविधैः पुस्तकैः स श्रीमजिनभद्रसूरिसुगुरु र्भाग्याद्भुतोऽभूद् भुवि ॥
(ઉ. સમયસુંદરકત અષ્ટલક્ષી.) કોઈપણ જ્ઞાનભંડારમાં આ.શ્રી જિનભદ્રસૂરિ મહારાજે લખાવેલા ગ્રંથ હોય તો તે તદ્દન જુદા પડી જાય છે.
આ તો શ્રાવકને આગમ લખાવવાની અને ભણવાની વાત થઈ. કેટલાય શ્રાવકો જાતે ગ્રંથો લખતા પણ હતા. સુરતમાં સોળમાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org