________________
૧૩
જ્ઞાનરત્નનાં અજવાળાં (જ્ઞાનપંચમી-૧)
એ આચાર્ય મહારાજે કેવા ઉપદેશ આપ્યા અને સુજ્ઞ ઉદાર શ્રાવકોએ કેવી રીતે ઝીલ્યા બધું જ્યારે જાણવા મળે છે ત્યારે તેઓના જ્ઞાનપ્રેમને સલામ કરવાનું મન થાય છે. તેઓશ્રી ઉપદેશમાં આવાં વચનોનું શ્રવણ કરાવતા હતા.
ये लेखयन्ति जिनशासनपुस्तकानि, व्याख्यानयन्ति च पठन्ति य पाठयन्ति । शृण्वन्ति रक्षणविधौ च समाद्रियन्ते, ते देव मर्त्य शिव शर्मनरा लभन्ते ॥
આવો ઉપદેશ અનેક સાધુ મહારાજે અનેકાનેક શ્રાવકોને આપ્યો અને સુજ્ઞ શ્રાવકોએ ઝીલ્યો અને સંખ્યાબંધ ગ્રંથો લખાવવામાં આવ્યા. જેમ વર્તમાનકાળે પ્રભુજીનાં પ્રતિમાજી ભરાવવાનો એક યુગ આવ્યો અને અંજનશલાકા મહોત્સવમાં પ્રભુમંદિરમાં વેદિકા ઉપર શ્રેણિબદ્ધ પ્રતિમાજી વિરાજમાન થયેલાં જોવા મળે છે. તેમાં એક કાળે સાધુ મહારાજના ઉપાશ્રયમાં પણ
એવું જ દૃશ્ય જોવા મળતું. પણ પ્રતિમાજીને બદલે લખાયેલી - પોથીઓના ગંજ અને પુંજ ખડકાયેલા હોય.
વિ.સં. ૧૪૭૫ થી ૧૫૧૫ સુધીનાં વર્ષોમાં ખરતરગચ્છીય આ.મ.શ્રી જિનભદ્રસૂરિ મહારાજે હજારો પ્રત લખાવી અને તે પણ આયોજનબદ્ધ રીતે એક ચોક્કસ પદ્ધતિથી જ્ઞાનભંડારો તૈયાર કર્યા. જેમ કે વિ.સં. ૧૪૯૦માં ખંભાતના સુશ્રાવક ધરણાકને ઉપદેશ આપીને એક સિદ્ધાન્ત કોશ લખાવરાવ્યો એટલે એક સરખા કાગળ, એક સરખી સાઇઝ, એક સરખી શાહી. એક સરીખા અક્ષરવાળા લહિયા પાસે લખાવરાવ્યું. પાટણના શ્રી હેમચન્દ્રાચાર્ય જ્ઞાનભંડારમાં તેઓએ લખાવેલા ૭૫૦ ગ્રન્થ વિદ્યમાન છે. જુવો તો તાજુબી થાય. જેમ કે આગમ પંચાંગી છે તો પહેલાં બધા જ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org