Book Title: Guru Nanakna Tran Bhakti Pado
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: J B Kruplani & Maganbhai Desai Memorial Trust
View full book text
________________
ઉદયાત પરંતુ આજે જ્યારે વર્ણધર્મ જેવી વસ્તુ રહી નથી, અને લોકશાહીને યુગધર્મ પ્રવર્તત હોઈ, દરેક વર્ગના લોકો તેમ જ સ્ત્રીઓ સુધ્ધાં પોતે પિતાનાં “શાહ' છે– રાજા છે, તથા દરેક જણ દરેક પ્રકારને ધંધો કરી શકે છે, ત્યારે સ્વકર્મમાં નિઠા પ્રેરનાર ગીતાના શ્રીકૃષ્ણની ઉપાસના જ આગળ આવવી ઘટે. કારણ કે, હવે દરેક જણને માથે અન્યાય, અત્યાચાર, અધર્મની સામે ઝઝવાને ગીતાએ ઉપદેશેલા ધર્મ જ યુગધર્મ બને છે. તે વખતે બાળ-કૃષ્ણની બાળ-લીલામાં રાચવું, એ તે પરધર્મ આચર્યો કહેવાય, અને તે ભયાવહ જ નીવડે
અલબત્તધ્યાન, તપ, પ્રાણાયામ વગેરે માર્ગો ઉપર પણ જડતાના આવરણનું અંધ કેટલું છવાઈ જતાં વાર નથી લાગતી. અધ્યાત્મ વસ્તુ જ એવી ગૂઢ, સૂક્ષ્મ તથા ચરમ કોટીની છે કેતેને માટે લાયકાત કે અધિકાર પ્રાપ્ત કરવા માટે શરૂઆતમાં યોગ્ય ખેડાણ, નીંદામણ વગેરે થવાં જોઈએ, તથા પછી યોગ્ય સમયે યોગ્ય બીજનું
ગ્ય હાથે આરોપણ થવું જોઈએ. તે માટે જ પરમાત્મસ્વરૂપ બનેલા સદ્ગુરુની આવશયકતા અધ્યાત્મમાર્ગમાં સૌથી વધુ અગત્યની ગણાઈ છે.
પરંતુ ઈશ્વરની કલ્પનાની પેઠે જ સદ્ગુરુ પણ દરેક જણ પિતાના સત્વ અનુસાર જ કલ્પ તથા શેઠે એમ ન બને? એટલે જ પ્રજાના સવને નિરંતર પરિશુદ્ધ – તેજસ્વી – કરતા રહેવું ઘટે. અને એવું કરી આપી જનારને લોકો યથાર્થતયા “અવતાર' કહીને નવાજે છે. તેથી જ પ્રજાજીવનમાં સત્ત્વનું પરિશોધન કરી આપીને ગુરુવાદને વધુમાં વધુ પુરસ્કાર કરનારા શીખ ગુરુએ પણ કહી દીધું કે, સદગુરુ વિના ઈકવર ન મળે, પરંતુ સદ્ગુરુય ઈશ્વરની કૃપા હોય તે જ પ્રાપ્ત થાય! અર્થાત્ સર્ગુરુને ઓળખવા- પામવા માટેની લાયકાત જન્મોજન્મની તૈયારીરૂપે ઊભી થવી જોઈએ. એને માટે કોઈ “ઇન્સ્ટન્ટ' ઉપાય હોતે નથી.
અધ્યાત્મમાર્ગને ઈતિહાસ જોઈએ, તે જણાય છે કે, સત્યનાં દ્વાર એક જ
૧. of વંદે નામ-એમ જગદ્ગુરુ માનેલા અને “ધર્મસંસ્થાપન અને અધર્મનાશ માટે અવતરું છું’ એમ પોતાને મેએ ગીતામાં જાહેર કરનારા શ્રીકૃષ્ણને . . ગોપીજન-વલ્લભ', માખણચોર કોણે કયારે બનાવી મૂક્યા, એ વસ્તુ ધર્મ-સંસ્કૃતિના
ઈતિહાસના અનુષંગમાં નક્કી કરવા જેવી છે. ભાગવત પુરાણમાં કે જ્યાં શ્રીકૃષ્ણનું ગોપીઓ સાથેનું ચરિત્ર વર્ણવવામાં આવ્યું છે, ત્યાં જ પરીક્ષિત રાજા – જેનું મરણ નજીક આવ્યું હતું – તે જ છેવટે શંકા કરે છે કે ભગવાન તે ધર્મ-સંસ્થાપન માટે અવતાર લેતા કહેવાય છે, તે જાતે પરમી-રમણ જેવું કૃત્ય શા માટે કરે? ત્યારે ભાગવતકાર તેને જે જવાબ આપે છે, તે શાસ્ત્રને ન છાજે તેવે છે. ભાગવતકાર એટલું જ કહે છે કે, મહાપુરુષો જે કહે તે કરવાનું છે, તેઓ જે કરે એ વિચારવાનું ન હોય! એ જવાબ સાથે ગીતામાં લોકસંગ્રહ માટે અને લોકોને બુદ્ધિભેદ ન થાય તે માટે પણ નિયત કર્મ કરતા રહેવાની હાકલ શ્રીકૃષ્ણ કરે છે, તે સરખાવવા જેવી છે. (ગીતા અ૦ ૩, ૧૯-૨૪).
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org