Book Title: Guru Nanakna Tran Bhakti Pado
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: J B Kruplani & Maganbhai Desai Memorial Trust
View full book text
________________
જપુછ-૧૬ પંડિતો' વર્ણન તેમજ વ્યાખ્યાન કરે છે. (૨૪૯) બ્રહ્મા તારા ગુણોનું વર્ણન કરે છે અને ઇંદ્ર પણ(૨૫૦) ગોપીઆ વર્ણન કરે છે અને ગોવિંદ પણ. (૫૧)
મહેશ્વર શિવ તારા ગુણોનું વર્ણન કરે છે, અને તેમના) સિદ્ધો પણ; (૨૫૨)
તે સરજેલા કેટલાય બુદ્ધો વર્ણન કરે છે. (૨૫૩) દાનવો તારા ગુણોનું વર્ણન કરે છે અને દેવો પણ; (૨૫૪)
સૂરિઓ, મુનિઓ અને બીજા સેવકો પણ વર્ણન કરે છે. (૨૫૫)
કેટલાય વર્ણન કરે છે, અને કેટલાય તેમ કરવા પ્રયત્ન કરે છે; (૨૫૬)
વર્ણન કરતાં કરતાં કેટલાય ઊઠીને વિદાય થઈ જાય છે.” (૨૫૭)
આટલા સરજેલા છે અને બીજા તેટલા વધુ સરજે,– (૨૫૮).
તોપણ (તારા ગુણોનું) જરા જેટલું વર્ણન ન કરી શકે. (૫૯) તારી ઇચ્છામાં આવે તેવડો (મોટો) તું થઈ શકે; (૨૬૦)
નાનક કહે છે કે, સત્ય (પરમાત્મા) જ પોતે (કેટલો મોટો છે એ) જાણી શકે. (૨૬૧) - જે કોઈ બોલી-બગાડનારે તેનું વર્ણન કરવા જાય,-(૨૬૨) • તેના કપાળે લખવું કે, એ ગમારમાં ગમાર માણસ છે. (૨૬૩).
૧. પ પઢેલા વિદ્વાન. ૨. કૃષ્ણ.૩. સુરિનર – સૂરીજન - વિદ્વાનો. બીજો અર્થ કિનર પણ થાય. અર્ધા દેવતા (સુર) અને અધ માણસ (નર). ૪ મુનિવર | ૫. સેવ – સેવકો, ભક્તો. હવેતાંબર યતિ એવો અર્થ પણ લેવાય છે. સુરિનર, મુનિ જન, સેવ – એ ત્રણેનો ભેગો અર્થ એવો પણ થાય કે, બ્રાહ્મણો, મુનિઓ, થતિઓ. ૬. માવળ Tહ - વર્ણવવા પ્રયત્ન કરે છે. ૭. લટિ ટિ શાહિઊઠીને ચાલતા થાય છે. પ્રયત્ન જ પડતો મૂકે છે, અથવા દુનિયામાંથી જ વિદાય થઈ જાય છે. ૮. રૂં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org