Book Title: Guru Nanakna Tran Bhakti Pado
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: J B Kruplani & Maganbhai Desai Memorial Trust
View full book text
________________
જપુછ -૧૪ (પરમાત્માની) ક્ષમાભરી કૃપાદૃષ્ટિ વડે તેઓ નિશાન પામી જુદા તરવાયા છે. (૩૨૯)
(જીવોનું) કાચાપણું કે પાકાપણું ત્યાં નક્કી થાય છે; (૩૩૦) હે નાનક, ત્યાં ગયે (બધું) પરખાઈ જાય છે. (૩૩૧)
ધરતી એ “ધરમસાલ” છે– એટલે કે ત્યાં કર્મ પ્રમાણે ન્યાય તોળાય છે (કડી ૩૨૬) – અર્થાતું ફળ મળે છે. સંતપુરુષે – ગુરુનું શરણ પામેલા લોકો – પરમાત્માની ક્ષમાભરી કૃપાદૃષ્ટિના અધિકારી બને છે (કડી ૩૨૯). અને સત્ય એવા પરમાત્માની કૃપાદૃષ્ટિ એ એવું પ્રબળ તથ્ય છે કે, ગમે તેવા દુઃખ-પાપના પહાડ પણ ત્યાં ન ટકી શકે.
આ ભૂમિકાનું નામ ગુરુએ “ધરમખંડ' જણાવ્યું છે. પ્રભુએ જેમને સ્વીકાર્યા છે – માન્ય રાખ્યા છે, તેવા સંતે આ ભૂમિકાએ પહોંચીને શોભે છે (કડી ૩૨૮).
૧. નવા વરનિ . નર એટલે “કૃપાદૃષ્ટિ.” RA (અરબી)ને અર્થ ક્ષમા - દયા. અર્થાત્ તેઓ એવાં કર્મ કરી, પરમાત્માની ક્ષમા-કૃપાના અધિકારી બને છે. ૨. નિશાન એટલે પ્રભુમાં લવલીન થનાર સાધકને પ્રાપ્ત થતે મુખ ઉપર લટલ ફૂલને રાતો રંગ. ૩. વારે વાર્ – જણાઈ જાય.
૫૦ - ૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org