Book Title: Guru Nanakna Tran Bhakti Pado
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: J B Kruplani & Maganbhai Desai Memorial Trust

Previous | Next

Page 193
________________ __ नानक• “नानक दुखु सुखु सम करि जाप * હું છf “તિર તે જાણું ન બક્ષે છે – ' . ' ' અર્થ (સિદ્ધો પૂછે છે :-) મનનો જીવ પવન કહેવાય છે; એ પવન કયો રસ ખાઈને જીવે છે? ક્ષાન-સાક્ષાત્કારની મુદ્રા અર્થાત્ સ્વરૂપ છું, અને – સિદ્ધોની પ્રક્રિયા શી હોય? – હે અવધૂત એ પ્રશ્નના જવાબ આપો !' (નાનક કહે છે :-) - | - સદ્ગુરુ પાસેથી નામ પામ્યા વિના રસ ન ઊપજે છે અવધૂત! તે વિના “હું” અને “મેં'રૂપી (દ્વૈતભાવની) જે ખાસ વળગેલી છે, તે ન બુઝાય. “ગુરુએ આપેલા નામમાં રત થાય, તો (ભક્તિરૂપી). અમૃતરસ પામે અને સત્ય-પરમાત્મામાં સમાઈ રહે.” (સિદ્ધો પૂછે છે:-) કઈ બુદ્ધિ પ્રાપ્ત થાય તો સ્થિર થવાય (અને દોડાદોડ મટે)? એવું તે કયું ભોજન મળે, તો કાયમના તૃપ્ત થઈ જવાય – કાયમની ભૂખ ટળે?” (નાનક જવાબ આપે છે :-) સદ્ગુરુના શરણથી (ભક્તિરસ પામીને) સુખ અને દુ:ખથી પર થઈ જાય, તેને કાળ પણ ગ્રસી શકે નહિ. [૬૧] ૧. વિનુ સર્વા ૨. રમુ. ભક્તિને કે લવલીનતાને રસ. ૩. હરિ ! ૪. જે પાઉં-ધરાઈ તૃપ્ત થાય. ૫. સુખ અને દુ:ખ “સન #’ અનુભવે, એટલે કે સુખ અને દુઃખ જેને સ્પર્શે નહિ એ સ્થિતિ તે પરમ તત્વની જ કહેવાય. ગુરુમુખ (મુક્ત સંત) પરમ તત્વરૂપ બન્યો હોવાથી, તેને પણ દુ:ખ અને સુખ અર્થાત્ કર્મના ફળ સ્પર્શી શકતાં નથી. કર્મના માર્ગથી તે પર બની જાય છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208