Book Title: Guru Nanakna Tran Bhakti Pado
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: J B Kruplani & Maganbhai Desai Memorial Trust
View full book text
________________
आसा-दी- वार
१ ओंकार सतिनाम करतापुरखु निरभउ निरवैरु अकालमूरति अजूनी सैभं गुरप्रसादि ।
આસા (રાગ)ની વાર
એક, કાર, સાચું છે નામ જેમનું, જે કર્તાપુરુષ છે, નિર્ભય છે, નિર્વૈર છે, અકાલ-સ્વરૂપ છે, અયોનિ છે, અને સ્વપ્રકાશ' છે, એવા પરમાત્માની તથા સદ્ગુરુની કૃપાથી. [ કુંઢે બસરાવૈ ધુની ] [ટુડ રાજા અમરાજની ધૂન”] पौडी १
आपी है आपु साजिओ आपिन्है रचिओ नाउ । दुयी कुदरत साजीऐ करि आसणु डिठो चाउ ||
૧. ‘વાર’ એટલે રણમાં હણાયેલા વીરના રાસડા. તેના ઢાળમાં ગાણું – એવા ભાવ. વધુ વિગત માટે જુઓ ઉપેાઘાત ખંડ ૩. ૨. ‘સાચું’ એટલે કે સફળ – મનના દોષો અને ભ્રમ-અજ્ઞાનને દૂર કરનારું. ૩. ‘અકાલ’ એટલે કે કાલથી પર. કાલ સામાન્ય રીતે કાર્યકારણભાવને આશરે ચાલતી પ્રવૃત્તિથી વિદિત થાય છે. પરમાત્મા પૂર્ણકામ હોવાથી કાર્યકારણ-ભાવની શૃંખલાથી પર છે. ૪. ‘ અયોનિ ’ – એટલે જે બીજા કશામાંથી જન્મ્યા નથી – સ્વયંભૂ છે. ૫. સૈમ – સ્વયંભા — સ્વપ્રકાશ. ચૈતન્યરૂપી સ્વપ્રકાશવાળા. ૬. ટુંડ રાજા અસરાજની કથા આ પ્રમાણે છે– વિચિત્રવીર્ય રાજા ઘડપણમાં બીજું લગ્ન કરે છે. એ જુવાન રાણી, રાજાની પહેલી વારની રાણીના જુવાન પુત્રના પ્રેમમાં પડે છે. પેલા એ પ્રેમ નકારે છે; એટલે નવી રાણી ઘરડા રાજાને ભંભેરે છે કે, તમારો જુવાન પુત્ર મારી લાજ લૂંટવા પ્રયત્ન કરે છે. પાટવી કુંવરને જલ્લાદોને સોંપી દેવામાં આવે છે. તેને દયા આવતાં તેઓ તેના એક હાથ કાપી લઈ રાણીને બતાવવા લાવે છે, અને કુંવરને જંગલમાં જીવતા છાડી દે છે. તે કુંવર પડતા આખડતા, નસીબજોગે, બીજા એક રાજ્યના રાજા બને છે, અને છેવટે દુશ્મનોએ કેદ પકડેલા પોતાના પિતાને છોડાવે છે. ૭. ટુંડ રાજા અસરાજની ‘વાર ’ જે ઢાળમાં ગવાય છે, તે ઢાળમાં ગાળું, એવા અર્થ સમજવો.
.
એ ઢાળમાં માત્ર પૌડીઓ જ હાવાથી, અહીં પૌડી જ લેવામાં આવી છે.
a
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org