Book Title: Guru Nanakna Tran Bhakti Pado
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: J B Kruplani & Maganbhai Desai Memorial Trust
View full book text
________________
જપુછ - ૨
- ૫૩ ત્યાં કેટલા બધા વાજિત્રનાદ છે, અને તે વડનારા પણ. (૨૬૫)
કેટલાય રાગો રાગિણીઓ સાથે ગવાય છે અને કેટલાય તે ગાનારાઓ છે; (૨૬૬)
પવન, પાણી, અગ્નિ તથા ધર્મરાજ (તારા) દ્વારે ઊભા ગાય છે;' (૨૬૭)
(જીવોનાં કર્મોનો હિસાબ) જે લખી જાણે છે અને જેમના લખેલા લેખ પ્રમાણે ધર્મરાજા (જીવોનો) ન્યાય તોળે છે, તે ચિત્ર અને ગુપ્ત તને ગાય છે (૨૬૮)
શિવ, બ્રહ્મા તથા તેમની સદા સોહામણી દેવીઓ જેમને તે સજાવી છે, તેઓ પણ ગાય છે; (૨૬૯) .
ઇંદ્રાસન ઉપર બેઠેલી (દેવોનો રાજા) ઇદ્ર દેવ-દેવીને ભર્યા દરબાર સાથે ગાય છે; (૨૭૦).
સમાધિમાં મગ્ન થયેલા સિદ્ધો અને (તારા જ) ચિંતનમાં લીન થયેલા સંતો તને ગાય છે (૨૭૧) - યતિઓ, સતિયાઓ, સંતુષ્ટાત્માઓ, અને દઢાત્મા - વીરો પણ ગાય છે; (૨૭૨)
૧. વાવણહારે | ૨. વર સિ૩ -સુંદર પનીઓ (રાગિણીઓ) સાથે. ૩. પશુમરુદેવ, શાળા – વરુણદેવ, વૈજંતર – વૈવાનર – અગ્નિદેવ. રાગા-ઘરમુ – ધર્મરાજા - ધર્મદેવ (જે બધાંનાં કર્મોનો ન્યાય ચૂકવે છે). ૪. તેમનું અસ્તિત્વ- તેમની વિભૂતિ – એ બધો પ્રભુનો જ મહિમા છે, એ અર્થમાં તેઓ બધાં પ્રભુને ગાય છે. અથવા, પ્રભુમાં લવલીનતાપૂર્વક તેઓ પિતાને સોંપાયેલું નિયત કર્મ કરે છે, તે પ્રભુના ગાનરૂપ જ બની રહે છે (સરખાવો કરી ર૭૮). ૫. શીખે ચિત્રગુપ્ત નામની એક વ્યક્તિ નથી માનતા, પણ ચિત્ર અને ગુપ્ત એમ બે વ્યક્તિઓ માને છે. જીવનમાં પ્રગટ કને ચિત્રદેવ નેધે છે અને ગુપ્ત કર્મોને ગુપ્તદેવ નોંધે છે. ૬. સવારે ૭. રર ના | ૮. સિવ – યોગસિદ્ધિ પ્રાપ્ત કરનારા. ૯. વતી – ઇન્દ્રિયનિગ્રહી. ૧૦. સતી – સત્યવ્રતધારી. ૧૧. સંતોષી – જાતે કશું ન માગનારા : પરમાત્મા જે આપે તેમાં સંતોષ માનનારા. ૧૨. શr – કઠણ-કઠોર. ૧૩. વીર – પિતાના પરાક્રમ ઉપર મુસ્તાક રહેના. – તેઓ પણ છેવટે પરમાત્માની વિભૂતિ ઉપર જ આધારે રાખનારા હેઈ, તેમને ગાય છે, એમ કહેવાય.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org