Book Title: Guru Nanakna Tran Bhakti Pado
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: J B Kruplani & Maganbhai Desai Memorial Trust
View full book text
________________
पौडी ३२ ३०८ इकदू जीभौ लख होहि लख होवहि लखवीस । ३०९ लखु लखु गेड़ा आखीअहि. एकु नामु जगदीस । ३१० एतु राहि पति पवड़ीआ चड़ीऐ होइ इक्कीस । ३११ सुणि गला आकासकी कीटा आई रीस । ३१२ नानक नदरी पाईऐ कूड़ी कूड़े ठीस ॥ ३२ ॥ અર્થ
: એક જીભની લાખ થાય; એ લાખ (પાછી વીસ લાખ થાય; (૩૦૮)
અને તે દરેક જીભ) લાખ લાખ વાર એક જગદીશનું નામ રટે (૩૦૯)
એ માર્ગે જગપતિને પામવા)ની સીડી છે, તેની ઉપર ચડીને તેમની સાથે ઐક્ય પામીએ. (૩૧૦) - આકાશ (જેવા સંત-)ની વાત સાંભળી, (જમીન ઉપર આળોટતા) કીડાને પણ જુસ્સો ચડી આવે છે.” (૩૧૧)
પરંતુ નાનક, પ્રભુની કૃપાદૃષ્ટિ થાય તો તેમને પામી શકીએ, બીજી બધી (ચાલાકીની) મિથ્યા વાતો મિથ્યા ગપ્પાં છે (ને પાછી પડે છે). (૩૧૨) . . . . .
૩૧૧૨: ગુરુ નાનક પોતે અપનાવેલા સાધન-માર્ગને “સહજ' વાચકથી ઠેરઠેર ઉલ્લેખે છે. મનની હઠથી દેખાદેખી જે સાધન કરાય, એ નકામું જાય છે. ગુરુની સેવા કરી, મનના મેલ કાપી નાખનાર આજ્ઞાકારી (ગુરુમુખ) શિષ્ય જે સાધન સહેજે કરે, તે જ સાધન, અધિકારી બન્યા વિનાનો મનમુખ કરવા જાય, તેથી કશું ન વળે – ઊલટો તે પાછો જ પડે.
- ૧, ને ! ૨. વીમા – પૌડી - સીડી. ૩. સ્ટા .. , એ રીત | ૫. ટી – ગપ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org